Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં યશસ્વી ફરજ

ગુજરાત શહેરી વિકાસ મિશનના નાયબ નિયામક એન.જે. ગોહિલનો જન્મદિન

રાજકોટઃ. ગુજરાતના શહેરી વિકાસ વિભાગ હેઠળ શહેરી વિકાસ મિશનના નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા શ્રી એન.જે. ગોહિલ માટે આજના સૂરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. તેમનો જન્મ ૧૯૭૬ના વર્ષની ૨ જુલાઈએ થયેલ. આજે ગતિશીલ અને પ્રગતિશીલ જીવનના ૪૪માં વર્ષની ડોરબેલ વગાડતા તેમના પર શુભેચ્છા મુશળધાર વરસી રહી છે.

મૂળ અમરેલીના વતની શ્રી એન.જે. ગોહિલ અગાઉ અમરેલી અને રાજકોટમાં (જિલ્લા પંચાયત) હિસાબી અધિકારી, સુરેન્દ્રનગરમાં કાર્યકારી હિસાબી અધિકારી, જૂનાગઢ મહાનગરપાલિકામાં ચીફ ઓડીટર અને નાયબ કમિશનર વગેરે પદ પર યશસ્વી કામગીરી કરી ચૂકયા છે. હાલ ગાંધીનગર ખાતે સુપર કલાસ વન અધિકારી તરીકે કાર્યરત છે. દિલના ભાવ સાથે દિમાગનો પ્રભાવ તેમની આગવી ઓળખ છે.

મો. ૯૪૨૬૯ ૫૫૬૦૦ - ગાંધીનગર

(11:37 am IST)