Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

રાજકોટના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી

ડો. ધવલ પટેલ ઝીંદાબાદ... સુરત કલેકટરનો જન્મદિન

રાજકોટઃ. મૂળ ગાંધીનગર પંથકના સરઢવ ગામના વતની હાલ સુરતના જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલનો જન્મ તા. ૨ જુલાઈ ૧૯૮૫ના દિવસે થયેલ. આજે ૩૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૨૦૦૮ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં પંચમહાલ જિલ્લામાં સપ્લીમેન્ટરી મદદનિશ કલેકટર, પાટણમાં મદદનિશ કલેકટર, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી, આણંદ જિલ્લા કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. તબીબી ક્ષેત્રે તેમણે એમ.બી.બી.એસ.ની પદવી મેળવી છે.

ફોન નં. ૦૨૬૧-૨૬૫૨૫૨૫

મો. ૯૯૭૮૪ ૦૬૨૨૨ - સુરત

(9:54 am IST)