Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

શહેર ભાજપ મહિલા મોરચાના ખજાનચી માધવીબેન ઉપાધ્યાયનો કાલે જન્મદિન

રાજકોટ : શહેર ભાજપ મહિલા મોરચાના ખજાનચી શ્રીમતી માધવીબેન ઉપાધ્યાયનો કાલે તા.૧૦ના જન્મદિવસ છે. તેઓ જીવનના ૬૬ વર્ષ પૂર્ણ કરી ૬૭માં વર્ષમાં પ્રવેશ (મો.૯૮૨૪૯ ૨૮૦૨૩) કરી રહ્યા છે. તેઓએ ગુજરાતી હાલારી સ.મ.ચ.ના પૂર્વ કારોબારી સભ્ય, સૌરાષ્ટ્ર - કચ્છ બ્રહ્મસમાજ કારોબારીમાં ૧૯૮૬થી ૧૦ વર્ષ સુધી સેવા આપેલ. સ્વામી વિવેકાનંદ સેવા સમિતિના સલાહકાર, અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠનના માર્ગદર્શક, રૈયા ગ્રામ પંચાયતના શિક્ષણ કમીટીના પૂર્વ સભ્ય - ૧૯૮૬, પોલીસ મિત્રના સભ્ય, મહારાણી લક્ષ્મીબાઈ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ, સમસ્ત બ્રહ્મસમાજના પૂર્વ કન્વીનર છે. માધવીબેનના જન્મદિનની પૂર્વ સંધ્યાએ શિતલબેન ત્રિવેદી, નીશાબેન પંડ્યા, દિપાલીબેન હંજ, બીનાબેન શુકલ, હિમા ત્રિવેદી, જે.ડી.ઉપાધ્યાય, જયદીપ ઉપાધ્યાય, વિમલ ત્રિવેદી, મનીષ પંડ્યા, પરાગ હંજ, અમિત શુકલ, વંશ, દેવાંશી, દેવાન, ઓમ, પવિત્રએ શુભેચ્છા પાઠવી છે.(૩૭.૧૦)

(3:09 pm IST)