Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

નટરાજ આર્ટ ફાઉન્ડેશનના ચેરમેન વિજય ગોસાઈનો કાલે જન્મદિન

રાજકોટઃ નટરાજ આર્ટ ફાઉન્ડેશનના ચેરમેન વિજય ગોસાઇનો આવતીકાલે જન્મદિવસ છે.  મુળ સુરેન્દ્રનગર જિલ્લાના લીલાપુર ગામના વતની વિજયભાઈએ બી.એ., ડી.ટી.સી., ડી.એમ. સુધીનું શિક્ષણ લીધું છે. તસ્વીરકાર અને ચિત્રકાર તરીકે  નામના મેળવી છે. તેઓ  અનેક સામાજીક, શૈક્ષણીક, ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓએ લાયન્સ કલબ રાજકોટ મીટડાઉનમાં એક દશકા સુધી પોતાની સેવાઓ  આપેલ. લાયન્સ કલબ રાજકોટ મીડ ટાઉનમાં તેઓને બેસ્ટ સેક્રેટરીનો એવોર્ડ મળેલ.  આ ઉપરાંત મવડી ગ્રામ પંચાયતના નગર સેવક, ગોકુલધામ સોસા. પ્રમુખ, રાજકોટ માધ્યમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ, રાજકોટ જિલ્લા કલા શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ફરજ બજાવી ચુકયા છે.  તેમની સફળતામાં તેમના ધર્મપત્ની નીલાબેન ગોસાઇનું અનોખું યોગદાન છે. વિજયભાઈના જન્મદિનની પૂર્વ સંધ્યાએ જ તેઓને શુભેચ્છાઓ વરસી રહી છે. (મો. ૯૭૨૩૮ ૮૮૮૭ર)

(11:58 am IST)