Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

લોધિકાના પૂર્વ મામલતદાર, જામનગરના પૂર્વ પ્રાંત અધિકારી

અધિક ગ્રામ વિકાસ કમિશનર ભાર્ગવીબેન દવેનો જન્મદિન

રાજકોટ તા.૯: ગુજરાતના અધિક ગ્રામ વિકાસ કમિશનર ભાાર્ગવીબેન આર. દવેનો જન્મ તા. ૯ માર્ચ ૧૯૬૪ના દિવસે થયેલ. આજે છપ્પનમાં વર્ષમાં પ્રવેશી રહયા છે. તેણી મૂળ અમદાવાદ પંથકના વતની અને ૨૦૦૭ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ રાજકોટ જિલ્લાના લોધિકામાં મામલતદાર, જામનગરમાં પ્રાંત અધિકારી, અમદાવાદમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને જિલ્લા વિકાસ અધિકારી, ઇન્ડેક્ષ સી-માં કાર્યવાહક નિયામક વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯ - ૨૩૨૫૬૭૫૫ મો. ૯૯૭૮૪ ૦૭૫૨૧ ગાંધીનગર

(11:58 am IST)