Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

નાફકબના ચેરમેન જયોતિન્દ્ર મામાનો જન્મદિન

રાજકોટ : સહકારી ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા, નાફકબ - ન્યુ દિલ્હીમાં અધ્યક્ષ અને ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્ક ફેડરેશનમાં ત્રણ ટર્મથી ચેરમેનપદે સેવા આપી રહેલા શ્રી જયોતિન્દ્રભાઈ મનસુખભાઈ મહેતા (જયોતિન્દ્ર મામા)નો આજરોજ જન્મદિન છે. કે.જી. ટુ પી.જી.ના તમામ વિદ્યાર્થીઓ માટે ફલક આઈટી પ્રોજેકટ અંતર્ગત બજારભાવ કરતાં રાહતદરે લેપટોપ ખરીદવાની તક આપી. ૨૦૦૯માં આ પ્રોજેકટની સફળતા બાદ ૨૦૧૨માં પણ ફરીથી લોન્ચ કરેલ.

સહકાર ભારતીના રાષ્ટ્રીયઅધ્યક્ષપદે બે વખત જવાબદારી નિભાવી છે. હાલમાં તેઓ સહકાર ભારતીના સંરક્ષક પદે સેવા આપે છે. વર્ષ ૧૯૮૬માં રાજકોટ નાગરીક સહકારી બેન્ક લી.માં ડીરેકટર તરીકે સક્રિય થયા. બેન્કના ચેરમેનપદે ૨૦૦૨થી ૨૦૦૬, ૨૦૧૨થી ૨૦૧૫ સેવા આપી. હાલમાં તેઓ બેન્કના પૂર્વ ચેરમેન અને ડિરેકટર છે. તેઓ બેન્કીંગ ક્ષેત્ર ઉપરાંત ટેકસ કન્સલ્ટન્ટ સોસાયટી, અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ, જૈન સમાજ અને વિવિધ સંસ્થાઓમાં યોગદાન આપે છે. રાજકોટની વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્ક નબળી પડી. હજારો થાપણદારોને મરણ મૂડી ઉપર સંકટના વાદળો ઘેરાયા. આવા સંજોગોમાં જયોતિન્દ્રમામાએ વડીલની ભૂમિકાને સાર્થક કરતા નબળી બેન્ક હોવા છતાં પણ તેના ચેરમેનપદે સેવાઓ આપવાનું શરૂ કર્યુ અને ખૂબ જ ટૂંકાગાળામાં આ બેન્કને ખોટના ખાડામાંથી બહાર કાઢી. એટલુ જ નહિં, આજે આ બેન્ક રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ઓડીટ રીપોર્ટમાં એ ગ્રેડમાં સમાવિષ્ટ છે. નબળી બેન્કના મર્જની વાતને બદલે નવો ચિલો ચાતરી આ બેન્કને સ્વતંત્ર જ રાખી અને ફરીથી સદ્ધર બનાવી.

જામનગરમાં તેમના દાદાના સહયોગથી સ્થપાયેલ શ્રી માનસંગભાઈ મંગળજીભાઈ મહેતા વિદ્યાર્થી બોર્ડીંગ છે. જે મહેતા બોર્ડીંગ તરીકે ઓળખાય છે. વિદ્યાભ્યાસમાં તેનો લાભ લઈ આજ સુધીમાં હજારો વિદ્યાર્થીઓએ કારકિર્દી ઘડતર કર્યુ છે. (શ્રી જયોતિન્દ્ર મામા - મો.૯૪૨૭૬ ૧૩૭૦૧)

(4:01 pm IST)