Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

જાણીતા ધારાશાસ્ત્રી અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન મનોજભાઇ અનડકટનો પ૬માં વર્ષમાં મંગલ પ્રવેશ

જામનગર તા. ૭ :.. સૌરાષ્ટ્રના પ્રથમ હરોળના જાણીતા ધારાશાસ્ત્રી અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન પદે રહીને યશસ્વી સેવાઓ આપનાર પૂર્વ ચેરમેન શ્રી મનોજ એમ. અનડકટનો આજે પ૬મો જન્મ દિવસ છે. જામનગર મુકામે તા. ૭-૧ર-૧૯૬૩ ના રોજ તેઓનો જન્મ થયેલ. સતત ત્રીજી વખત બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં ચૂંટાયા છે.

શ્રી મનોજભાઇ ધારાશાસ્ત્રી તરીકે અને રાજકીય ક્ષેત્રે અપાર ચાહના - નામના ધરાવે છે. અનેક મર્ડર કેસો તેઓએ સફળતમ રીતે ચલાવ્યા છે. અત્યંત મિલનસાર સ્વભાવના અને સદાય હસતા ચહેરા સાથે અનુભવનું મોટું ભાથું અને આધ્યાત્મિક - અગમ નિગમ ક્ષેત્રે પણ વિશાળ વાંચન - જ્ઞાન ધરાવતા શ્રી મનોજભાઇ અનડકટને પ૬ માં વર્ષમાં પ્રવેશ નિમિતે 'અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા, વેબ એડિશનના એકઝીકયુટીવ એડિટર શ્રી નિમીષભાઇ ગણાત્રા તથા અકિલા પરિવારે હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવી છે.

૧૯૮૮ ની સાલમાં જામનગર મુકામે તેમના પિતાશ્રી અને સૌરાષ્ટ્રના ધરખમ ગજાના ધારાશાસ્ત્રી મણીલાલ અનડકટ સાથે ફોજદારી, દિવાની, રેવન્યુ સાઇડની પ્રેકટીસની શરૂઆત કરેલ. મનોજભાઇ ભારતીય જનતા પાર્ટીના સતત ત્રણ ટર્મથી લીગલ સેલના કન્વીનર તરીકે સેવાઓ આપે છે. તેમજ જામનગર લોહાણા સમાજના કારોબારી સભ્ય છે. જામનગરની અનેક ધાર્મિક, શૈક્ષણીક અને સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓના મોબાઇલ નં. ૯૬૩૮પ ૧પ૧૪૭ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

 

(3:48 pm IST)