Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ભાજપ માનવ અધિકાર સેલના એડવોકેટ મયુર ભટ્ટનો જન્‍મદિન

રાજકોટઃ. શહેર ભાજપ હ્યુમનરાઈટ સેલના એડવોકેટ મયુરકુમાર ભટ્ટનો આજે જન્‍મ દિવસ છે. ભાજપમાં સતત ૧૯૯૮થી સક્રિય સભ્‍ય રહેલા, હાલ શહેર ભાજપના હ્યુમનરાઈટ સેલના કારોબારી સભ્‍ય છે. નાની ઉંમરથી જ રાષ્‍ટ્રવાદના રંગે રંગાયેલા ઉત્‍સાહી અને તરવરીયા યુવાન મયુર ભટ્ટનો આજે ૩૭માં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે.

ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ઉત્‍કૃષ્‍ઠતાથી કામગીરી બજાવી નાની ઉંમરે નિષ્‍ઠાથી જવાબદારીઓ નિભાવી રહ્યા છે. અનેક સામાજિક તેમજ શૈક્ષણિક સંસ્‍થાઓ સાથે જોડાઈ સમાજ સેવાને જીવન મંત્ર બનાવી આગળ વધી રહ્યા છે. જાહેર જીવનમાં મળતાવડાપણુ એમની આગવી ખાસીયત છે. હાલ રાજકોટના પ્રતિષ્‍ઠિત ધારાશાસ્‍ત્રી ડો. માધવ દવેની સાથે જુનીયર તરીકે યશસ્‍વી કામગીરી કરી રહ્યા છે. અસ્‍મિતા ફાઉન્‍ડેશન, અભિનવ સોશ્‍યલ ગ્રુપ તેમ જ પ્રાણી અત્‍યાચાર સમિતિ, કરૂણા ફાઉન્‍ડેશન જેવી એન.જી.ઓ સાથે જોડાઈ સેવાકિય પ્રવૃતિઓ કરી રહ્યા છે. તેવા મયુર ભટ્ટને આજે તેમના જન્‍મ દિવસ પર કાર્યકર્તાઓ અને શુભેચ્‍છકો દ્વારા શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી છે.

મો. ૯૮૨૫૪ ૩૦૩૩૪ - રાજકોટ

(11:09 am IST)