Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાનો જન્મદિન

રાજકોટઃ રાજયના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ વિપક્ષી નેતા શ્રી શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલાનો જન્મ તા.૨૧ જુલાઇ ૧૯૪૦ના વાઘેલાનો જન્મ તા.૨૧ જુલાઇ ૧૯૪૦ના દિવસે થયેલ આજે ૭૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેઓ મૂળ ગાંધીનગર ખાતેના વાસણા ગામના વતની છે.

શ્રી શંકરસિંહ વાઘેલા એમ.એ.અર્થશાસ્ત્રની પદવી ધરાવે છે. ૪ વખત લોકસભાના સભ્ય, એક વખત રાજયસભાના સભ્ય રહી  ચૂકયા છે. ભાજપમાં દાયકાઓ સુધી રહ્યા બાદ રા.જ.પા સરકારના મુખ્યમંત્રી તરીકે તેમજ વિપક્ષ કોંગ્રેસના નેતા તરીકે રહી ચૂકયા છે. ભાજપ-કોંગ્રેસ બેયના પ્રદેશ પ્રમુખ તરીકે રહ્યા હોય તેવા એક માત્ર ગુજરાતી નેતા છે લડાયક રાજપુરૂષ તરીકે જાણીતા છે હાલ સક્રીય રાજકારણથી અલિપ્ત છે મો.૯૮૨૫૧ ૧૧૮૫૫ ગાંધીનગર

(11:57 am IST)