Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

જસદણ ભાજપ મિડીયા સેલના પૂર્વ કન્વીનર મેહુલભાઈ સંઘવીનો આવતીકાલે જન્મદિન

જસદણ, તા. ૨૧: જસદણ વિધાનસભા વિસ્તારના ભાજપ આઈ / ટી મિડીયા સેલ ના પૂર્વ કન્વીનર તેમજ વેસ્ટર્ન રેલ્વે રાજકોટ ડિવીઝન ના પૂર્વ ડી.આર.યુ.સી.સી. (રેલ્વે બોર્ડ) મેમ્બર યુવા વેપારી અગ્રણી મેહુલભાઈ સંદ્યવી નો જન્મ ૨૨ જુલાઈ ૧૯૭૪ ના રોજ થયેલ મેહુલભાઈ આજે તેમના યશસ્વી જીવન ના ૪૫ વર્ષમા પ્રવેશી રહ્યા છે બહોળા મિત્રવર્તુળ ધરાવતા મેહુલભાઈ એ ૧૯૯૨ થી જાહેર જીવન ની શરૂઆત કરી યુવા લડાયક નેતા તરીકે નામના મેળવનારા મેહુલભાઈ એ જસદણ શહેર ના વેપારીઓ તેમજ શહેરીજનો ના વિવિધ પ્રશ્ને અગ્રેસર રહી સારી એવી લોકચાહના મેળવી છે સોશ્યલ મિડીયા ક્ષેત્રે મેહુલભાઈ એ પોતાની કોઠાસૂઝ થી રાજકીય પ્રચાર - પ્રચાર ની જવાબદારી ખૂબજ સફળતા પૂર્વક નિભાવતા જીલ્લા તેમજ પ્રદેશ કક્ષાના રાજકીય આગેવાનોએ મેહુલભાઈ ના કાર્ય ની ખૂબ સારી એવી નોંધ લઈ સરાહના કરી છે. વેસ્ટર્ન રેલવે રાજકોટ ડિવિઝન મા રેલ્વે બોર્ડ મેમ્બર રહી ચૂકેલા મેહુલભાઈ એ રેલ્વે સંબંધિત પ્રશ્નો અંગે રાજકોટ ડિવીઝન મા વિવિધ પ્રકારના પ્રશ્નો ની અસરકારક રજૂઆતો કરી અનેક પ્રશ્નો નો ઉકેલ લાવવામાં મહત્વની સફળતા મેળવી હતી મેહુલભાઈ જસદણ ભાજપ પરિવાર તેમજ વિવિધ સામાજીક - સેવાકીય સંસ્થાઓ સાથે સક્રિયતા થી જોડાયેલા છે મેહુલભાઈ સંદ્યવી ના જન્મદિવસ નિમિત્તે કાલે તેમના મોબાઈલ નં - ૮૦૦૦૦ ૯૮૯૦૦ અને ૯૪૨૭૨ ૩૮૮૮૦ ઉપર શુભેચ્છા નો વરસાદ વરસશે.

(12:45 pm IST)