Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

જીવદયાપ્રેમી મુકેશ પટેલનો જન્મદિવસઃ ૪૦માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્કમાં રહેતા અને જીવદયાપ્રેમી તરીકે ઓળખ ધરાવતાં લેઉવા પટેલ મુકેશ ખોયાણીનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૩૯ વર્ષ પૂર્ણ કરી ૪૦માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ધો-૯ સુધી ભણેલા મુકેશ ખોયાણી સિવિલ હોસ્પિટલમાં સતત દર્દીઓના પ્રશ્ને જાગૃત રહે છે અને દર્દીઓને લગતાં પ્રશ્નો અંગે આશ્ચર્યજનક રજુઆતો કરી આરોગ્ય મંત્રી સુધી પ્રશ્ન પહોંચાડી તેનો નિવેડો લાવે છે. સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જન આપવા માટેની લડત લાંબા સમયથી ચલાવી રહ્યાં છે. કલેકટરશ્રીથી માંડીને ગાંધીનગર સુધી રજુઆતો કરી છે. તબીબી અધિક્ષકને અનેક વખત અવનવા પ્રકારે રજુઆત કરી છે. સિવિલના દર્દીઓની ઘણી વખત બહાર રીપોર્ટ કરાવવા પડે ત્યારે પોતે પોલીસ કમિશ્નરશ્રીથી માંડી કલેકટર, મ્યુ.કમિશ્નર તેમજ અન્ય અધિકારીઓ અને દાતાઓને જાણ કરી દર્દીઓના રીપોર્ટ ખાનગી હોસ્પિટલો, લેબોરેટરીઓમાં કરાવી આપવામાં મદદરૂપ બને છે. (મો.૯૯૨૪૭ ૮૫૫૬૭)

(4:08 pm IST)