Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડો. પ્રવિણ નિમાવતનો જન્મદિન

રાજકોટ, તા. ૧૮ : પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સદૈવ પ્રવૃતિશીલ રહી છાત્ર કલ્યાણ અને શિક્ષણને ખરા અર્થમાં સાર્થક કરવાનો જીવનમંત્ર બનાવનાર શિક્ષક પ્રવિણભાઈ નિમાવત આજે તેમના યશસ્વી જીવનના ૫૧ વર્ષ પૂર્ણ કરી ૫૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

રાજય અને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષક ડો. પ્રવિણ નિમાવતનો આજે જન્મદિવસ છે. આજે તેઓ ૫૨માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. અવધૂત એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન, અવધગંગા માસિક પત્રના તંત્રી તેમજ સૌ.યુનિ.ના સ્ટડી બોર્ડમાં ૧૫ વર્ષ સુધી સેવા આપનાર કલમના કસબી એવા ડો. પ્રવિણ નિમાવતના પુસ્તકોનું વિમોચન પૂ.મોરારીબાપુ તેમજ શ્રી શ્રી રવિશંકરજીએ કરી સાહિત્ય ક્ષેત્રની તેમની યાત્રાને ચારચાંદ લગાવેલ. નારી જાગૃતિ અને બેટી બચાવો વિશે જેઓનો વાર્તાલાપ અવાર નવાર રેડીયો પર નારી જગતમાં પ્રસારીત થાય છે. તેઓ અનેક સામાજીક સંસ્થા અને સેવાકાર્ય સાથે જોડાયેલા છે. ડો.પ્રવિણભાઈના જન્મદિવસે શુભેચ્છકો, સ્નેહીજનો  મો.૯૪૨૬૨ ૫૦૫૦૩ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:19 pm IST)