Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

આભેથી ઝરમર વરસતુ હેત મુબારક નીતિન ઢાંકેચાને જન્મદિન મુબારક

આપણે જરૂરી કામ હોય ત્યારે કોઇનો સંપર્ક કરીએ એને ઓળખાણ કહેવાય પરંતુ આપણે એનું કંઇ કામ ન હોવા છતાં સંપર્ક રાખવાનું મન થાય એને સંબંધ કહેવાય. શ્રી નીતિન ઢાંકેચા આવા સંબંધોના માણસ છે. સ્નેહભર્યા સબંધના સંગાથે તેમણે આજે વૈવિધ્યપૂર્ણ જીવનના ઓગણપચાસમાં વર્ષના કમાડ ઉઘાડયા છે.

૧૬ જુલાઇ ૧૯૭૦ના રોજ જન્મેલા શ્રી નીતિન ઢાંકેચા મૂળ સરધારના વતની છે. એશિયાની પ્રથમ હરોળની સહકારી સંસ્થા રાજકોટ લોધિકા સહકારી સંઘને દોઢ દાયકાથી વધુ સમયથી મજબુત નેતૃત્વ પુરૂ પાડી રહયા છે. સરધાર સ્વામિનારાયણ મંદિર અને હોસ્પિટલ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. રાજકોટ જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ છે. ભૂતકાળમાં જિલ્લા પંચાયતના સભ્ય અને માર્કેટયાર્ડના ડીરેકટર તરીકે રહી ચૂકયા છે. રાજકારણમાં સમય-સંજોગો મુજબ અનુકુળ થઇ શકે છે. ઇચ્છા પૂર્તિ માટે પરિવર્તન કરવું પડે છે. પાણીને પણ 'તરવા' માટે બરફ બનવું પડે છે. તેઓ માને છે કે બહુ લોકોના દિલમાં ઘડકવું જરૂરી છે પરંતુ અમૂક લોકોની આંખમાં 'ખટકવાની' પણ અલગ જ મજા હોય છે.

આજે તેમના જન્મદિન નિમિતે વાદલડી વરસી રે... શુભેચ્છાના સરોવર છલી વળ્યા...

મોઃ ૯૪૨૬૯ ૧૧૧૦૧,  ૯૯૭૮૯ ૧૧૧૦૧ રાજકોટ.

(9:30 am IST)