Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

બહારો ફૂલ બરસાઓ... પાઠક સ્કૂલના ટ્રસ્ટી દિલીપભાઇ પાઠકનો જન્મદિન

રાજકોટઃ સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ તથા રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ અગ્રીમ હરોળની શાળા પાઠક સ્કૂલના ટ્રસ્ટીશ્રી દિલીપભાઇ પાઠકનો આજે તા. ૧૩ને શુક્રવારના રોજ જન્મદિવસ છે. આજના દિવસે તેઓ તેમના જીવનકાળના ૫૫ વર્ષ પુર્ણ કરીને ૫૬માં વર્ષમાં પ્રવેશી રહયાં છે. આ તકે શાળા પરિવાર દ્વારા દિલીપભાઇ પાઠકને તેમના જન્મદિવસે અનેક-અનેક શુભેચ્છાઓ પાઠવે છે. તથા તેમના લાંબા આયુષ્યની કામના કરે છે. નાનપણથી સંઘર્ષ કરી વિજ્ઞાનપ્રવાહના સાધનો,પુસ્તકો, વેંચાણક્ષેત્રે સફળતા પામનાર દિલીપભાઇ પાઠક બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. સદાબહાર ગણાતા દિલીપભાઇ પાઠકનો આજે જન્મદિને મો. ૯૪૨૭૨ ૨૧૨૬૬ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(4:09 pm IST)