Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

આટકોટ કન્યા છાત્રાલય ખાતે મુખ્ય દાતા પ્રતિક્ષાબેનના જન્મદિનની ભવ્ય ઉજવણી

આટકોટ, તા. ૧૩ : આટકોટ ખાતે આવેલ માતુશ્રી ડી.બી. પટેલ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતિક્ષા વિદ્યા સંકુલ ખાતે મુખ્ય દાતાની હયાતી ન હોવા છતાં તેમની સ્મૃતિ જળવાઇ રહે તે માટે તેમના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ પરસાણા પરિવારની દિકરી અને સુઝલોન કંપનીના માલિક તુલસીભાઇ તંતીના ભાઇ ગીરીશભાઇ તંતીના ધર્મપત્ની પ્રતિક્ષાબેનનું ર૦૦૩માં અમેરિકા ખાતે ઘણી નાની વયે માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું ત્યારે આ બંને પરિવારે પ્રતિક્ષાબેનની કાયમી યાદ જળવાઇ રહે તે માટે આટકોટ કન્યા છાત્રાલય ખાતે મોટી રકમનું દાન કરી આ સંસ્થાનું નામ જ પ્રતિક્ષા વિદ્યા સંકુલ રાખ્યું હતું.તાજેતરમાં પ્રતિક્ષાબેનના ૪૪માં જન્મદિવસની ઉજવણી આ સંસ્થામાં કરવામાં આવી હતી, જેમાં સંસ્થાના મદદનીશ કેમ્પસ ડાયરેકટર આર.પી. પટેલ છાત્રાલય નિવાસી સ્ટાફગણ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી અને પ્રતિક્ષાબહેનની ટુંકી સફરની યાદો તાજી કરી હતી.

આ સંસ્થાના પ્રારંભ શંભુભાઇ પરસાણા કે જેઓ પ્રતિક્ષાબેનના પિતા છે અને સુઝલોન કંપનીના માલિક તુલસીભાઇ અને ગીરીશભાઇ તરફથી એ વખતે મળેલ મોટી રકમના અનુદાન થકી આ છાત્રાલય આજે વટવૃક્ષ બની ગઇ હોય આ બંને દાતાઓનો પણ આ તકે આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

(11:29 am IST)