Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ભાજપના યુવા, શિક્ષિત અને અભ્યાસુ નેતા અને સૌરાષ્ટ્ર - કચ્છ ઇન્વેસ્ટર્સ ફોરમનાં પ્રેસિડેન્ટ શ્રી પ્રશાંત વાળાને ૪૧માં જન્મદિવસની શુભકામનાઓ

રાજકોટ, તા. ૧૨ :. ગુજરાત ભાજપના યુવાનેતા પ્રશાંત વાળાનો આજે ૧૨ જુલાઈના જન્મદિવસ છે. સફળ જીવનના ૪૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ પ્રશાંત વાળા ભાજપાના સંનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ કાર્યકર છે. ટીવી ડીબેટમાં તેમની પ્રભાવશાળી અને અભ્યાસપૂર્ણ દલીલો લીધે તેઓ આજે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં બહોળો ચાહકવર્ગ ધરાવે છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના તેઓ બોર્ડ મેમ્બર છે. તેઓ હાલ ભાજપ ઈન્વેસ્ટર્સ પ્રોટેકશન સેલના પ્રદેશ કન્વીનર, ભાજપા પ્રદેશ કારોબારી સભ્ય તથા ભાજપા પ્રદેશ મીડિયા અને ટીવી ડીબેટ ટીમના પણ સભ્ય છે. બી.કોમ., એલ.એલ.બી. અને એમ.બી.એ. સુધીનો અભ્યાસ કરેલો છે. શિશુકાળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે. વિદ્યાર્થીકાળમાં તેઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પણ અનેક જવાબદારીઓ વહન કરેલી છે. છેલ્લા ૧૬ વર્ષથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છે. અર્થતંત્રના વિષયો પરના તેમના લેખો ઈકોનોમિક ટાઈમ્સ, ફાઈનાન્શિયલ એકસપ્રેસ જેવા અખબારોમાં અવારનવાર પ્રસિદ્ધ થાય છે. અકિલા ન્યુઝ પેપરની વેબસાઈટ પર છેલ્લા ૯ વર્ષથી તેમની 'આર્થિક જગત'ના નામથી કોલમ ચાલે છે.

પ્રશાંત વાળા (મો. ૯૯૨૪૨ ૦૯૧૯૧) સૌરાષ્ટ્ર-કચ્છ ઈન્વેસ્ટર્સ ફોરમના છેલ્લા ૮ વર્ષથી પ્રેસિડેન્ટ છે. અનેક વખત સેબી તેમજ ફાઈનાન્સ મીનીસ્ટ્રીની મીટીંગોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યુ છે. રાજકોટ નિવાસી છે અને એક્ષ્પોર્ટ-ઈમ્પોર્ટ અને પ્રોજેકટ મેનેજમેન્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે.

(4:05 pm IST)