Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

કમલમ ન્યુઝ પેપરના મેનેજીંગ તંત્રી પુનાભાઇ મૈયડનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૧૨ : ગણેશ કંટ્રોલ સીસ્ટમ નામથી ઇલેકટ્રી ઓટો કંટ્રોલ પેનલ બોર્ડ બનાવવાના વ્યવસાય સાથે છેલ્લા ૨૧ વર્ષથી સંકળાયેલઆ અને હાલ પ્રગતિ પ્રેસ પ્રિન્ટીંગનો વ્યવસાય વિકસાવતા 'કમલમ ન્યુઝ પેપર'ના મેનેજીંગ તંત્રી પુનાભાઇ ગોવિંદભાઇ મૈયડનો આજે જન્મ દિવસ છે. સફળ જીવનના ૫૪ માં વર્ષમાં પ્રવેશી રહેલ પુનાભાઇ રામબાઇમાંની જગ્યા વવાણીયામાં ટ્રસ્ટી તરીકે તેમજ રાજકોટની અક્ષરનિધિ શરાફી સહકારી મંડળીના બોર્ડ ઓફ ડીરેકટર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓને (મો.૮૯૮૦૨ ૨૪૯૪૨) આજે જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(11:46 am IST)