Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

આંતરરાષ્ટ્રીય કથાકાર ભાગવતાચાર્યશ્રી રાજેન્દ્રપ્રસાદજી ભટ્ટ નો આજે જન્મ દિવસ

ભાવનગર તા ૧૨ : ભાગવતાચાર્ય શાસ્ત્રી રાજેન્દ્રપ્રસાદજીભટ્ટ નો આજે તા.૧૨ જુલાઇ ના રોજ ૫૫ મો જન્મ દિવસ છે. ભાવનગર જીલ્લા ના ઉમરાળી તાલુકાના લીમડા (હનુમાન) ગામે ઇ.સ.૧૯૬૨ ની ૧૨ જુલાઇ એ જન્મ થયો હતો. પિતાશ્રી   વિષ્ણુંપ્રસાદજીભટ્ટ (માસ્ટર) સારા તબલાવાદક અનેે માતા દુર્ગાબેન સંગીત તેના વારસામાં  મા દુધીમા બહુજ સારા વાર્તાકાર અને સંગીતકાર પ્રજ્ઞાચક્ષુમા એ ગાયેલા અને બનાવેલા કિર્તનો શાસ્ત્રીની કથામાં મધુરતાથી ગવડાવે છે. શાસ્ત્રીજી એ પપ વર્ષની ઉંમરના અ ૭૩૧ કથાઓ કરી ચુકયા છે. ૧૪ વર્ષની ઉંમરે રાજુલાના ડુંગરે ગાને પૂ. રામદાસજી મહારાજને પ્રથમ કથા સંભળાવેલ ત્યારથી લઇ ૨૪ વર્ષથી વિદેશમાં ૨૦ જેટલા દેશોમાં કથા કરી ચુકયા છે. અમેરિકા (યુ.એસ.એ) માં ગુરૂકૃપા ફાઉન્ડેશન નામે ટ્રસ્ટ છેલ્લા સાત વર્ષથી કાર્યરત છે. ભારતમાં ૨૭ વર્ષથી ગુરૂકૃપા ટ્રસ્ટથી પ્રવૃતિ કરે છે. જયોતિષમાં પી.એચ.ડી. કરેલ છે. ભાવનગરનું ગોૈરવ વધારનાર શાસ્ત્રીજી રાજેન્દ્રપ્રસાદ ભટ્ટ ને જન્મ દિવસ નીમીતે અભિનંદનની વર્ષા થઇ રહી છે.

(11:36 am IST)