News of Saturday, 7th July 2018

ટીવીનાઇનના આસિસ્‍ટન્‍ટ એડીટર મૌલિક મહેતાનો જન્‍મદિવસ...

રાજકોટઃ ક્રાઇમવોચના એન્‍કર અને ટીવીનાઇન ચેનલના આસિસ્‍ટન્‍ટ એડિટર મૌલિક મહેતાનો ગઇકાલે  ૬ જુલાઇના જન્‍મદિવસ હતો.  ૬-૭-૧૯૮૧ના રોજ રાજકોટ જિલ્લાના જેતપુરમાં જન્‍મેલા મૌલિક મહેતાને પત્રકારત્‍વ વારસમાં મળ્‍યું છે.  તેમના પિતા સુરેન્‍દ્રભાઇ મહેતા વરિષ્ઠ પત્રકાર છે. બાળપણથી જ લેખન, વકતૃત્‍વ અને અભિનયમાં અનેક એવોર્ડ મેળવી ચુકેલા મૌલિક મહેતાએ રાજકોટની ટીએનરાવ કોલેજમાં બીસીએનો અભ્‍યાસ કર્યા બાદ . તેમણે હિરાણી કોલેજ, રાજકોટ માંથી પત્રકારત્‍વનો અભ્‍યાસ કર્યો હતો. અને ફક્‍ત ૨૧ વર્ષની ઉમરે  ઇટીવી ગુજરાતી ટીમનો હિસ્‍સો બન્‍યા હતા. ટ્રેઇની કોપીએડીટરથી શરુ કરી

તેઓ સિનિયર બુલેટીન પ્રોડ્‍યુસર અને એન્‍કર જેવી મહત્‍વની જવાબદારીઓ તેમણે સંભાળી હતી. ત્‍યારબાદ ટીવીનાઇન ગુજરાતી ન્‍યૂઝ ચેનલ શરુ થઇ, ત્‍યારે પાયાના પથ્‍થર પૈકી એક હતા. તેમના શીરે કોપી એડિટર અને રિપોર્ટરને ટ્રેનિગં આપવાની જવાબદારી આવી હતી. પોતાના ૧૮ વર્ષના પત્રકારત્‍વના અનુભવમાં ઇલેકટ્રોનિક્‍સ મિડિયાના તમામ પહેલું જેમકે એન્‍કર, રિપોર્ટર, બુલેટીન પ્રોડ્‍યુસર, પ્રોમો રાઇટર, ડિરેક્‍ટર અને ટ્રેનર તરીકેની તમામ જવાબદારી સંભાળી, ટીવીનાઇન ન્‍યૂઝ ચેનલ માટે ૨૦૦થી વધુ ઘટનાઓનું લાઇવ કવરેજ કર્યું છે. હાલ તેમના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઇલેકટ્રોનિક્‍સ મિડિયામાં કાર્યરત છે.

  હાલ મૌલિક મહેતા, ટીવીનાઇન પર પ્રસારિત થતી ક્રાઇમવોચના એન્‍કર છે, અને આ પ્રોગામના હેડ છે. સફળ ધરતીપુત્રો સાથે સંકળાયેલો કૃષિ જગતનો આધનિક કાર્યક્રમ ધરતીપુત્ર પણ તેઓ સંભાળી રહ્યાં છે. આ ઉપરાંત તેઓ ટીવીનાઇન ચેનલના ટ્રેનિંગ ડિપાર્ટમેન્‍ટમાં ખુબજ મહત્‍વની ભુમિકા ભજવી રહ્યાં છે. મૌલિક મહેતાએ લોકસભાની ચૂંટણી દરમિયાન ૨૬અ ૨૬ બેઠકોનો પ્રવાસ કરી, ૧૦૦થી વધુ નેતાઓના ઇન્‍ટરવ્‍યું લઇ અનોખી સિધ્‍ધી પ્રાપ્ત કરી હતી. નરેન્‍દ્ર મોદી, અહેમદ પટેલ, આનંદીબહેન પટેલ, બાબા રામદેવ, કોકીલાબહેન અંબાણી, શ્રી શ્રી રવિશંકર જેવા અનેક મહાનુભાવોની તેમણે વિશેષ મુલાકાત લીધી છે.

ચૂંટણી દરમિયાન તેમનો કાર્યક્રમ ચૂંટણીનો ચોરો અને એન્‍કાઉન્‍ટર લોકોમાં ખુબ જ ઉત્‍સુકતા જગાવે છે. પોતાની કારકિર્દી દરમિયાન તેઓએ કચ્‍છ-ભુજ, ગાંધીનગર અને રાજકોટના બ્‍યુરો ચીફ તરિકે પણ કાર્યભાર સંભાળ્‍યો હતો. ગુજરાતી ઇલેકટ્રોનિક્‍સ મિડિયામાં વોક ધ ટોકની શરૂઆત કરનાર મૌલિક મહેતા માઇકા જેવી નામાંકિત સંસ્‍થાઓમાં પત્રકારત્‍વના વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓને તાલીમ આપી ચુક્‍યા છે. નેધરેલન્‍ડ સ્‍થિત મોટાભાઇ ચિરાગ મહેતાને આદર્શ માનતા મૌલિક મહેતા  માને છે કે ઇશ્વરે દરેકને શક્‍તિ આપી છે, બસ તેને ઓળખી, સાચી દિશા આપવાની જરુર છે. મૌલિક મહેતાનો  મો. ૯૪૨૮૨૮૭૬૭૭ ઉપર શુભેચ્‍છાઓનો ધોધ વહી રહ્યો છે.

 

(12:15 pm IST)
  • અમરેલી :રાજુલાના હિંડોરણા ચોકડી પાસે ક્રિષ્ના ટાયર્સના કારખાનામાં ભીષણ આગ ભભૂકી :મુશળધાર વરસાદ વચ્ચે આગ લાગી :કારખાના આસપાસ મચી અફડા તફડી :સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ :શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ સ્થાનિક લોકો નું અનુમાન access_time 10:02 pm IST

  • ભારતના કુલદિપ સામે ફિરંગીઓ ધ્વંસ: કુલદિપ યાદવે 25 રન આપી 6 વિકેટ ઝડપી - વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ કોઇ પણ લેફ્ટ હેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન access_time 11:03 pm IST

  • વરસાદથી માનવ મૃત્યુઆંક ૧૯ ઉપર પહોંચ્યો : ૮૪ પશુઓના મોત : રાજય સરકારે આંકડા જાહેર કર્યા access_time 6:34 pm IST