Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

લોધિકા તાલુકા પંચાયતના પ્રમુખ અનિરૂધ્‍ધસિંહ ડાભીનો જન્‍મદિન

લોધિકા તા. ૭ :.. તાલુકા પંચાયત પ્રમુખ અનિરૂધ્‍ધસિંહ ડાભીનો આજે જન્‍મ દિન છે. તેઓ લોધીકા તાલુકા ભાજપમાં યુવા ભાજપના મહામંત્રી રાજકિયની શરૂઆત બાદ લોધીકા તાલુકા પંચાયતની વાજડી (વડ) ની સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયત સદસ્‍ય તરીકે ચૂંટાણા ત્‍યારબાદ લોધીકા તાલુકા પંચાયતમાં ભાજપના વિપક્ષ નેતા બન્‍યા અને તાલુકા ભાજપમાં ઉપપ્રમુખનો કાર્યભાર સંભાળેલ છે.

ભાજપ તાલુકા સદસ્‍યમાંથી લોધીકા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઇ આવેલ છે. તેવોએ સૈનિક સ્‍કુલ બાલાચડીમાં અભ્‍યાસ કાળ પુર્ણ કરેલ છે પાર્ટીના કર્તવ્‍ય કર્મનિષ્‍ઠ યુવા કાર્યકર છે તેમનો આજે જન્‍મ દિવસ હોવાથી પાર્ટી તેમજ રાજકીય પદાઅધિકારીઓ તેમજ મિત્ર વર્તુળમાંથી જન્‍મ દિવસની શુભેચ્‍છા મળી રહેલ છે મો. નં. ૯૭રપ૦ પરપ૭પ તેમને જન્‍મદિનની શુભેચ્‍છા મળી રહેલ છે.

(12:14 pm IST)