Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

કમિશનર હો તો ઐસા...

કાલે મુકેશકુમારનો જન્‍મદિન

રાજકોટ :. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મુકેશકુમાર માટે આવતીકાલે વાઈબ્રન્‍ટ જીવનનો વિશેષ યાદગાર દિવસ ઉગશે. તેમનો જન્‍મ ૧૯૭૦ના વર્ષની ૮ જુલાઈએ થયેલ. આવતીકાલે ૪૯માં વર્ષમાં પગલા પાડશે.

એક સમયના કાનપુર આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થી શ્રી મુકેશકુમાર મૂળ બિહારના વતની અને ૧૯૯૬ની બેચના સચિવ કક્ષાના આઈ.એ.એસ. અધિકારી છે. અગાઉ વડોદરામાં મદદનિશ કલેકટર, ડાંગમાં જિલ્લા કલેકટર, ભાવનગર અને રાજકોટમાં મ્‍યુનિસિપિલ કમિશનર, મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગમાં કમિશનર, ઈન્‍ડેક્ષ-બી માં મેનેજીંગ ડીરેકટર, સર્વશિક્ષા અભિયાનમાં નિયામક વિગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ફરજમાં આવતી કામગીરી કરતા પ્રજાલક્ષી વિશેષ કંઈક કામગીરી કરવા માટે જાણીતા છે. રાજકોટમાં તેમણે કરેલા ઐતિહાસિક કાર્યો યાદગાર બન્‍યા છે.

ફોન નં. ૦૭૯-૨૫૩૫૨૮૨૮, મો. ૯૯૭૮૪ ૦૭૬૭૬ - અમદાવાદ

(10:31 am IST)