Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

આજે રાજકોટના પુર્વ પોલીસ કમિશ્નર 'પ્રજામિત્ર' મોહન ઝાનો જન્મદિવસ

રાજકોટ, તા., ૬: રાજકોટના પુર્વ પોલીસ કમિશ્નર અને હાલ ડીજીપી દરજ્જે રાજયના એડમન. વડા તરીકે ફરજ બજાવતા કાર્યદક્ષ અને સિનીયર આઇપીએસ મોહન ઝાનો જન્મદિવસ છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રભરમાં બહોળો ચાહક વર્ગ ધરાવતા મોહન ઝાના જન્મદિવસ અંતર્ગત  તેમના પર ગત મધરાતથી સતત જન્મદિવસની  શુભેચ્છાઓ અનરાધાર (મો.નં. ૯૯૭૮૪ ૦૬૦૭૬)પર  વરસી રહી છે.

સામાન્ય અને ગરીબ લોકો માટે જેના હ્ય્દયમાં છલોછલ માનવતા ભરી છે તેવા અધિકારી રાજકોટ પોલીસ કમિશ્નર હતા ત્યારે લોકો તેમની સમક્ષ રજુઆત કરવા ઉમટી પડતા હતા. કોઇ વૃધ્ધ કે શારીરીક રીતે અપંગ (દિવ્યાંગ)નજરે પડે તો તેેઓને તકલીફ ન પડે તે માટે તેઓ ચેમ્બર બહાર દોડી જઇ બહાર જઇ તેમને મળી તેમના પ્રશ્નો સહાનુભુતી પુર્વક સાંભળી અને તેનો નિકાલ ન થાય ત્યાં સુધી એ પ્રશ્નોની પાછળ જ રહેતા. સારા અને નરસા લોકો વચ્ચે તેઓ ખુબ સારી રીતે ભેદ પારખી શકવાની શકિત ધરાવતા આ અધિકારીને મન સારા અને સજ્જન લોકોની કદર હતી.

(3:29 pm IST)