Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

સાવરકુંડલાના યુવા સેવાભાવી પ્રતિક નાકરાણીનો જન્મદિન

સાવરકુંડલા : યુવા વેપારી આગેવાન અને સેવાભાવી યુવાન પ્રતિકભાઇ નાકરાણીનો આજે જન્મદિવસ છે. તેઓ ૨૯માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. મિલનસાર સ્વભાવ ધરાવતા પ્રતિક નાકરાણી નાની વય થી જ સેવા પ્રવૃતિમાં રસ ધરાવે છે. તેમની સેવા પ્રવૃતિથી પ્રભાવિત થઇને સાવરકુ઼ડલા શહેર ભાજપ દ્વારા તેમને ઉપપ્રમુદપદની જવાબદારી સોપવામાં આવી છે. તેઓ નગરપાલીકામાં પણ સદસ્ય તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત ભુમિપુત્ર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખપદે સાવરકુંડલા કૃષિ સેવા સહકારી મંડળીના ડીરેકટર પદે અને શ્રી કુંડલા ગૌશાળામાં મંત્રીપદે સફળ સેવા આપી રહ્યા હોય સમાજમાં તેઓ બહોળો મિત્ર વર્ગ ધરાવે છે. મો. ૯૯૭૯૨ ૫૩૦૮૪ ઉપર જન્મદિનની શુભેચ્છા વરસી રહી છે.

(11:45 am IST)