Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

નિવૃત મુખ્ય સચિવ જી.આર. અલોરિયાને હેપ્પી બર્થ ડે

રાજકોટ : મૂળ રાજસ્થાનના જયપુરના વતની ગુજરાતના નિવૃત મુખ્ય સચિવ શ્રી જી.આર. અલોરિયાનો જન્મ તા.૬ જુલાઇ ૧૯૫૬ ના દિવસે થયેલ આજે ૬૩ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ હાલ કેન્દ્ર સરકારના સ્ટીલમંત્રાલય હેઠળની કોલકતાની કંપની એન.એસ.ટી.સી. માં સ્વતંત્ર ડીરેકટર તરીકે સેવા આપી રહયા છે. અગાઉ રાજકોટ અને સુરતમાં મ્યુનિસિપલ કમિશ્નર, સરદાર સરોવર, નર્મદા નિગમમાંસંયુકત વહીવટી સંચાલક, એસ.ટી. નિગમમાં મેનેજીંગ ડીરેકટર, શહેરી વિકાસ વિભાગમાં અધિક મુખ્ય સચિવ વગેરે પદ પર ફરજ બજાવી ચુકયા છે. શ્રી અલોરિયા નિવૃતિ પછી અમદાવાદમાં સ્થાયી થયા છે. મો. ૯૯૭૮૪૦૬૧૩૮ અમદાવાદ (૩.૫)

(11:42 am IST)