Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

અધિક કલેકટર આર. એમ. પંડયાનો જીવન વન પ્રવેશ

રાજકોટ : ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળની લાઇવલી હુડ પ્રમોશન   કંપનીમાં જોઇન્ટ મેનેજીંગ ડીરેકટર તરીકે ફરજ બજાવતા અધિક કલેકટરશ્રી આર. એમ. પંડયાનો જન્મ તા. પ-૭-૧૯૬૮ ના  દિવસે થયેલ. આજે પ૧ માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓ અગાઉ રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી, મુખ્ય ચૂંટણી અધિકારી કચેરીમાં તેમજ મહીસાગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિત વિવિધ સ્થાનો પર રહી ચૂકયા છે. (પ-૧૮)

મો. ૯૦૯૯૯ પ૭પરર ગાંધીનગર

(4:39 pm IST)