Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

બહુમુખી પ્રતિભા ડો. શાંતિલાલ વીરડિયાઃ હેપ્પી બર્થ ડે

રાજકોટઃ કર્મયોગી એજયુકેશન ઝોન, વંદેમાતરમ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમની શાળાના ઉદ્યમી, સહ્યદયી અને બાલપ્રેમી સંચાલક ડો. શાંતિલાલ વીરડિયા આજે ૫૪ વર્ષમાં પ્રવેેશી રહ્યા છે. ત્યારે તેમના જન્મદિવસે ચોમેરથી શુભેચ્છા મળી રહી છે.

જય ગુરૂદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ડો. શાંતિલાલ વીરડિયા સ્વભાવે સરળ અને લોકોને ઉપયોગી સેવાભાવી વ્યકિત છે. શિક્ષણમાં ઉચ્ચ ડોકટરેટની પદવી ધરાવે છે. છેલ્લા ત્રણ દાયકાથી શિક્ષણક્ષેત્ર સાથે જોડાયેલા છે. ગરીબ અને જરૂરીયાતમંદ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપી રહયા છે.

ઉદ્યમી અને પરોપકારી એવા શાંતિલાલને આ ગુણ માતા-પિતા પાસેથી વારસામાં મળ્યા છે. શિક્ષિકા પત્નીના સાથ સહકારથી જીવનમાં પ્રગતિના માર્ગ મોકળાં થયા છે. દીકરી ડો. પગીશા શ્વસૂર ગૃહે ડેન્ટલ હોસ્પિટલ ડોકટર પતિની સાથે ચલાવે છે. તો સંતોના રાજીપાના ફળ સ્વરૂપ દીકરો યજ્ઞેશ હોમીયોપેથીક ડોકટરનો અભ્યાસ કરી રહ્યો છે.સામાજિક પ્રશ્નોના નિરાકરણ માટે અને તેમને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સહયોગથી જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર-રાજકોટ તેમજ 'સખી' વન સ્ટોપ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, રાજકોટ ખાતે સફળ રીતે ચલાવી રહ્યા છે. બહુમુખી પ્રતિભા ધરાવતા ડો. શાંતિલાલ વીરડિયાના જન્મ દિવસે મોબાઇલ નંબર ૯૮૭૯૫ ૨૦૪૨૫ ઉપર શુભેચ્છાઓની વર્ષા થઇ રહી છે. (૧.૮)

(11:38 am IST)