Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

સાવરકુંડલા A.P.M.C માર્કેટયાર્ડના ડીરેકટર શ્યામ રૂપારેલનો જન્મદિન

સાવરકુંડલા તા.૫ : અગ્રણી યુવા ઓઇલ મીલર અને સાવરકુંડલા માર્કેટયાર્ડના ઇતિહાસમાં સૌથી નાની વયના ડીરેકટર બનેલા શ્રી શ્યામ સુબોધભાઇ રૂપારેલનો આજરોજ જન્મદિન છે. તેઓનો જન્મ પ-૭-૧૯૮૮ના થયેલો.

નાની ઉંમરે મોટી જવાબદારી પોતાના શિરે લઇ માત્ર ૨૭ વર્ષની ઉંમરે માર્કેટયાર્ડની ચુંટણીમાં જંપલાવી જંગી બહુમતીથી ચુંટાઇ આવેલ અને પોતાની લોકચાહનાનો પરિચય આપેલ. તેઓ સાવરકુંડલા માર્કેટયાર્ડ વેપારી મહામંડળમાં પણ મંત્રી તરીકે નો હોદ્દો ધરાવે છે અને સૌરાષ્ટ્ર ઓઇલ મીલ્સ એશોસિએશન (સોમા)માં પણ કારોબારીમાં બહોળો મિત્ર વર્ગ ધરાવે છે. આજરોજ તેમના જન્મદિન નિમિતે મો. ૯૮૭૯૩ ૬૨૭૭૭ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:27 am IST)