Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ધોલેરા સ્પે. રીજીયોનના સી.ઈ.ઓ.જયપ્રકાશ શિવહરેનો જન્મદિન

રાજકોટ :. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને ગુજરાત કેડરના ૨૦૦૨ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી શ્રી જયપ્રકાશ શિવહરેનો જન્મ તા. ૫ જુલાઈ ૧૯૭૪ના દિવસે થયેલ. આજે ૪૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ હાલ ધોલેરા અને બહુચરાજી-માંડલ સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયોન પ્રોજેકટના મુખ્ય વહીવટી અધિકારી તરીકે ફરજ પર છે. અગાઉ રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી, સાબરકાંઠા, સુરત અને તાપીમાં જિલ્લા કલેકટર તથા ભાવનગરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૪૦૧૫૦, મો. ૯૯૭૯૦ ૦૫૬૫૬ - ગાંધીનગર

(11:27 am IST)