Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

નિવૃત સનદી અધિકારી વી.સી. વર્માનો જન્મદિન

રાજકોટ, અમરેલી, બોટાદમાં ફરજ બજાવી ચૂકેલા

રાજકોટ :. ગુજરાતમાં આઈ.એ.એસ. કેડરમાં (૨૦૦૦ની બેચ) ફરજ બજાવી હાલ સુરતમાં નિવૃત જીવન પસાર કરી રહેલા શ્રી વી.સી. વર્માનો જન્મ તા. ૩ જુલાઈ ૧૯૫૫ના દિવસે થયેલ. આજે ૬૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ યુપીના મેરઠના વતની છે.

શ્રી વી.સી. વર્મા અગાઉ ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના સભ્ય સચિવ રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને કાર્યકારી જિલ્લા વિકાસ અધિકારી, અમરેલીમાં જિલ્લા વિકાસ અધિકારી, રાજ્યમાં સમાજ સુરક્ષા નિયામક, બોટાદ જિલ્લા કલેકટર, ઉચ્ચ શિક્ષણ ખાતામાં સંયુકત નિયામક વગેરે પદ પર કામગીરી કરી ચૂકયા છે.  મો. ૯૮૨૫૦ ૩૯૧૫૦ - સુરત

(11:56 am IST)