Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

મોરબી ભાજપ-આહીર અગ્રણી જેઠાભાઇ મિંયાત્રાનો જન્મ દિવસ

મોરબી તા. ર :.. જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને મોરબી જીલ્લા  આહીર સમાજના લોકપ્રિય અગ્રણી, મચ્છોયા આહીર સમાજ કેળવણી મંડળના ટ્રસ્ટી અને મોરબી આહીર સમાજના  મંત્રી તરીકે સેવાઓ આપતા બિલ્ડર-વેપારી જેઠાભાઇ મિંયાત્રાનો આજે જન્મ દિવસ છે. આજે પરમું બેઠું છે.

શૂન્યમાંથી સર્જન કરી, અથાગ પરિશ્રમ દ્વારા આજે મોરબી પંથકમાં અદકેરૂ અને આદર ભર્યુ સ્થાન ધરાવતા જેઠાભાઇ એક મળવા જેવા માનવી છે.તેમને એક વખત મળનાર માટે તેમના ઉમદા માનવી તરીકેના ગુણો મળનાર  કદી ભુલતા નથી. રાજકીય અને વ્યાપાર ક્ષેત્રે પણ તેઓ ખૂબ આદરભર્યુ સ્થાન ધરાવે છે. તેમનો વિશાળ સંયુકત પરિવાર કદાચ મોરબી પંથક માટે દ્રષ્ટાંત રૂપ છે. આજે તેમના વિશાળ મિત્ર મંડળ - શુભ ચિંતકો દ્વારા તેમના (મો. નં. ૯૦૬૭૦ ૪૪૪૪૪) પર અવિરત અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:35 pm IST)