Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

વિંછીયાના જૈન શ્રેષ્ઠી દિનેશભાઇ માથુકીયાનો આજે જન્મદિવસ

જસદણ તા.૨: વિંછીયાના જૈન શ્રેષ્ઠી અને હાલ મુંબઇ રહેતા જૈન શ્રેષ્ઠી દિનેશભાઇ ચુનીલાલ માથુકીયા આજે સોમવારે પોતાની જીવનયાત્રાના ૬૮ વર્ષ પુર્ણ કરી ૬૯ માં વર્ષમાં વટભેર પ્રવેશ કરતાં તેમને આજે સવારથી ચોમાસાના મદમસ્ત વાતાવરણમાં માટીની ખુશ્બુ જેવી શુભેચ્છા વરસી રહી છે. સળંગ છેલ્લા ૩૫ વર્ષથી સોૈરાષ્ટ્રના મોટાભાગના ગામોમાં જીવદયા, અને માનવસેવાનું કાર્ય કરતાં મથુરભાઇએ પાકા બાંધકામવાળા ચબુતરા, પાણીના અવેડા, અવેડીઓ, ચકલાના માળા, ચણની ડીશો, પાણીના કુંડા તેમજ ગરીબોને યથાશકિત મદદ કરી તેમણે યશકલગીમાં વધુ એક છોગું ઉમેર્યુ છે.

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક સેવા સંસ્થા સાથે જોડાયેલ છે અને સેવાકાર્યની ધુણી છેલ્લા ૩૫ વર્ષથી ધખાવી રહયાં છે. તેમની આ સેવામાં પોતાના ધર્મપત્ની વિણાબેન પણ સાથ આપી રહયાં છે. ખાસ કરીને દિનેશભાઇએ પોતાના મૃત્યુ બાદ દેહદાન કરવાનું મન બનાવી લીધું છે. સેવાકીય કાર્યોમાં પોતાનું યોગદાન પ્રદાન કરનારા દિનેશભાઇ માથુકિયાને આજે સવારથી પોતાના મોબાઇલ (૦૯૮૧૯૧૧૩૫૦૧) ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:42 am IST)