Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાતા અધિક કલેકટર પી.જી. પટેલ

મોરબી , સુરેન્દ્રનગર, વલસાડ વગેરેમા યાદગાર ફરજ

રાજકોટ તા.૨:  ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ હેઠળ ઈન્ડેક્ષટ-સી તરીકે ઓળખાતી સંસ્થા ઔદ્યોગિક વિસ્તરણ કોટેજના  કારોબારી સંચાલક શ્રી પી.જી. પટેલ (જી.એ.એસ)નો જન્મ તા. ૧ જુલાઇ ૧૯૬૬ના દિવસે થયેલ. ગઇકાલે ૫૩મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે શરૂ થયેલ શુભચ્છા વર્ષા  આજે પણ અવિરત છે.

શ્રી પી.જી. પટેલ એમ.કોમ. બી.એડ  અને પત્રકારત્વની પદવી ધરાવે છે. અગાઉ વલસાડમાં જિલ્લા પુરવઠા  અધિકારી ,સુરેન્દ્રનગરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મોરબીમા નિવાસી અધિક કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે. તેઓ મુળ સાબરકાઠા પંથકના તલોદ ગામના વતની છે.

ફોન નં. ૦૭૯- ૨૩૨૫૪૨૬૧,મો. ૯૯૭૮૪ ૦૭૫૨૨ ગાંધીનગર 

(11:40 am IST)