Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

મોરબીના કલાયાત્રી-સેવાભાવી મનોજ રાજાનો જન્મદિન

મોરબી,તા.૨૫ :   મોરબીના કલાયાત્રી મનોજ રાજા નો આજે  જન્મદિવસ છે. અર્ધી  સદીથી કલાયાત્રા, સંગીત યાત્રા, સેવા યાત્રામાં ઓત-પ્રોત મનોજ રાજાએ ગરીબોને પણ હંમેશા મદદરૃપ થતા રહ્યા છે.દીકરીઓને દહેજ - કરિયાવર આપ્યા છે. દર્દીઓને માટે પણ અનન્ય સેવાઓ કરી છે. કેન્સરના દર્દીઓને રોકડ થેલી આપી જાહેરમાં સન્માન કરેલ છે.

નિરાધારોને આધાર આપ્યો છે અને અનેક જીવોની દુવા - આશીર્વાદ મેળવ્યા છે.ત્રિવિધ તાપથી પીડાતા લોકોને રાજાએ સાત્વિક મનોરંજન પૂરૃ પાડ્યું છે. મનોજ કલા માંથી કંઈ કમાયો નથી પણ કમાયો છે પ્રજાનો પ્રેમ ૩૧ વાર બહેનોને ડિલિવરી સમયે બ્લડ ડોનેશન કરી બહેનોના આશીર્વાદ મેળવ્યા છે.

આ ''લબ્ધિ રત્ન'' મોરબી અને ગુજરાતનું ઘરેણું છે, આભૂષણ છે,અલંકાર છે અને શોભા છે. આ જન્મ સેવા મનોજની મનીષા છે,રવિનો જનક છે,હેતલનો પાલક પિતા છે અને શુભનો ઉદગાતા છે. ઇન્ડિયન લાઇન્સ કલબે સેવા અને સંગીત નિમિત્તે મનોજ રાજાને સન્માનપત્ર અર્પણ કરેલ. અમૃતના ઉમંગ ઉત્સવને વધાવી ૭૫ માં વર્ષમાં પ્રવેશતા મનોજ રાજા  મો. ૯૮૨૫૩ ૩૮૦૫૫ ઉપર શુભેચ્છા પાઠવી છે.

(2:07 pm IST)