Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

પૂર્વ ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્‍ય નિલેશ ખુંટનો કાલે જન્‍મદિવસ

રાજકોટઃ પૂર્વ ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્‍ય અને હાલ રાજકોટ શહેર યુવા ભાજપ અગ્રણી નિલેશ ખુંટનો આવતીકાલે તા.૨૦ના રવિવારે જન્‍મદિવસ છે. જીવનનાં ૩૨ વર્ષ પૂર્ણ કરી ૩૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. તેઓએ યુવા વયેથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી છે. ધનસુખભાઈ ભંડેરી, નિતીનભાઈ ભારદ્વાજ, પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, પીઢ ભાજપ અગ્રણી ખીમાભાઈ ટીડાભાઈ મકવાણાને તેમના પ્રેરણાષાો માને છે. પ્રદેશ યુવા મોરચામાં કારોબારી સભ્‍ય, સુરેન્‍દ્રનગર જિલ્લા યુવા ભાજપના પ્રભારી, શહેર ભાજપ યુવા મોરચાના કોષાધ્‍યક્ષ તરીકે સેવા આપી છે. હાલમાં ખોડલધામ ટ્રસ્‍ટમાં સ્‍વયંસેવક, આજી ડેમ પાસે પ્રસિધ્‍ધ દાધા હનુમાન મંદિરમાં મુખ્‍ય સેવક તરીકે સેવા આપે છે. મો.૯૭૨૩૩ ૧૯૮૯૮

(1:09 pm IST)