Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદના પ્રાન્ત મંત્રી જયંતીભાઇનો જન્મદિન

રાજકોટ, તા., ૮:  ઉપલા કાંઠા વિસ્તારનાં ભરત મોબાઇલ શોપવાળા જયંતીભાઇ પટેલનો તા.૧૦મીના જન્મદિવસ છે. નામી અનામી સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા  જયંતીભાઇ આર.આર.એસ. અને વિહિપ રાજકોટના પુર્વ મંત્રી, ઇવનીંગ પોસ્ટ સક્રિય સભ્ય છે. સંગીત સંસ્થા સુરશ્રીના સ્થાપક  અને હાલમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ-સૌરાષ્ટ્ર પ્રાન્ત મંત્રીની જવાબદારી નિભાવે છે. તા.૧૦ ના તેનો જન્મદિવસ છે. પ૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. (૪.૧૧)

 

(3:38 pm IST)
  • કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું પોરબંદર લોકસભા બેઠકથી લડવા મુદ્દે નિવેદન :પક્ષ જેની પસંદગી કરશે તેને ચૂંટણીમાં વિજયી બનાવીશું : રાદડિયા પરિવારના સભ્યને ચૂંટણી લડાવવાની ચર્ચા : જયેશ રાદડિયા કે તેમના ભાઇ લલિત રાદડિયાને ભાજપ ઉતારી શકે છે મેદાનમાં access_time 12:28 am IST

  • મહેસાણા : દૂધસાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યો :સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયા :૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયો :ભાવ વધારો આજથી લાગુ થશે access_time 12:25 am IST

  • દેશમાં કરન્સી સરકયુલેશન પહોંચ્યુ રૂ. ર૦.૬પ લાખ કરોડઃ નોટબંધી પૂર્વે હતું રૂ. ૧૭.૯૭ લાખ કરોડ: દેશમાં રોકડનું સરકયુલેશન નવી ઉંચાઇએ પહોંચ્યુ છે. નોટબંધી પૂર્વ ચલણમાં રોકડ રૂ. ૧૭.૯૭ લાખ કરોડ હતી જે ૧૮ જાન્યુ. ર૦૧૯ના રોજ રૂ. ર૦.૬પ લાખ કરોડની નવી ઉંચાઇએ પહોંચી ગયું છે. access_time 11:17 am IST