Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

શ્રેણીબધ્ધ પૂર્વ પ્રધાનોના પી.એસ., પૂર્વ ભાષા નિયામક કાંતિભાઇ વ્યાસનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના નિવૃત ભાષા નિયામક શ્રી કાંતિભાઇ બી.વ્યાસનો જન્મ તા.૪ ફેબ્રુઆરી ૧૯૩૯ના દિવસે થયેલ આજે ગૌરવવંતા જીવનની ૮૧માં વર્ષની  કે.ડી.એ કદમ માંડ્યા છે

શ્રી કે.બી.વ્યાસ ભૂતકાળમાં ભાષા નિયામક તેમજ વિવિધ પ્રધાનોના અંગત સચિવ રહી ચૂકયા છે. હાલ તેઓ ગાંધીનગર બ્રહ્મસમાજ ગુજરાત પુસ્તકાલય મંડળ, શહેર પેન્શનર સમાજ, જીવ કલ્યાણ સંસ્થા, કેળવણી મંડળ, વગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમણે જે તે વખતના રાજયના મંત્રીઓ ચીમનભાઇ પટેલ, પ્રતાપભાઇ શાહ, બળવંત મણવર, જયંતીભાઇ કાલરિયા, મહેન્દ્ર ત્રિવેદી, દોલતભાઇ પરમાર, દોલતભાઇ દેસાઇ વગેરેના અંગત મદદનિશ અને સચિવ તરીકે સેવા આપી હતી. ખૂબ સાદગીપૂર્ણ નિયમિત જીવનના કારણે ૮૧માં વર્ષે પણ સ્ફુર્તિમય આનંદી જીવન પસાર કરી રહ્યા છે આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે.

મો.૯૮૨૫૦ ૩૩૦૭૪ - ગાંધીનગર

(12:00 pm IST)
  • સ્ટેન્ડીંગમાં ૧૭૮ કરોડના કામોને લીલી ઝંડી access_time 3:23 pm IST

  • સાગરદાણના ભાવમાં વધારો : દુધ સાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યોઃ સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયાઃ ૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયોઃ ભાવ વધારો આજથી લાગુ થશે access_time 11:12 am IST

  • લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભારે સળવળાટ : આશાબેન પટેલના રાજીનામા બાદ : આશાબેનના પક્ષ પલટાથી આક્રોશિત પાટીદારોના નવા નેતા લોકસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારીમાં : એ.જે. પટેલની સાથે તુષાર પટેલ પણ કરે છે ચૂંટણી લડવાની તૈયારી : મહેસાણા ડિસ્ટ્રીકટ બેંકમાં ડાયરેકટર છે તુષાર પટેલ access_time 3:52 pm IST