Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

કોટડાસાંગાણીના યુવા પત્રકાર કલ્પેશ જાદવનો જન્મદિવસ

કોટડાસાંગાણી, તા.૪: કોટડાસાંગાણીના યુવા પત્રકાર કલ્પેશ જાદવનો આજ રોજ જન્મદિવસ હોય પરીવાર તેમજ મિત્રો સાથે મળીને ઉજવણી કરી હતી. કોટડાસાંગાણી તાલુકા રાજપરાના વતની અને કોટડાસાંગાણી તાલુકા તેમજ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના લોકોની સમસ્યાઓ તેમજ બનતી અવનવી ઘટનાઓને પ્રીન્ટ તેમજ ઈલેકટ્રોનીક મીડીયાના માધ્યમથી તંત્ર અને લોકો સુધી પહોચાડતા હોય છે. તાલુકામા બનતી ક્રાઈમની કોઈ ઘટના કે રાજકીય ગતીવીધી પર સતત નજર રાખતા હોય છે. તાલુકાના સમાન્ય લોકો અને ખેડુતોની સાથે હર હંમેશ રહીને પ્રીન્ટ તેમજ ઈલેકટ્રોનીક મીડિયામા પોતાની કલમ તથા કેમેરા થકી લોક પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. કોટડાસાંગાણીના નાના મોટા સમાચાર મીડિયાના માધ્યમથી લોકો સુધી સતત અવીરત પહોંચાડી રહ્યા છે. તેઓ રાજકોટથી પ્રસારિત થતા હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યુઝ નેટવર્કથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હાલ ગુજરાતની નામાંકિત રીજનલ ન્યુઝ ચેનલ અને અખબારોમા ખેડુતોના અને લોકોના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરી રહ્યા છે. મા-બાપ અને પરીવારથી મળેલા સંસ્કારોના સીચન અને પોતાની સુજબુજથી તેઓએ કોટડાસાંગાણી તાલુકામા સારી એવી નામના મેળવી છે. તેમને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા માયાભાઈ આહીર ગાયક કિર્તીદાન ગઢવી સહિતના અનેક નામી લોકોના ઈન્ટરવ્યુ લીધેલા છે. તેમના જન્મદિવસ નિમિત્તે માતા-પીતાના આશીર્વાદ મેળવ્યા હતા. તેઓ કોળી સમાજના યુવા અગ્રણી પણ હોયઙ્ગસમાજના આગેવાનો. મીત્રો તેમજ સ્નેહીજનો દ્રારા જન્મ દિવસ નિમિત્તે ઠે ઠેરથી તેઓના (મો.નં.૯૯૭૪૦ ૧૮૮૭૮) શુભેચ્છા વર્ષા થઈ રહી છે.(૨૩.૩)

(12:00 pm IST)