Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

હાસ્ય કલાકાર - લોકસાહિત્યકાર હસમુખ જોષીનો આવતીકાલે જન્મદિન

રાજકોટઃ અમરેલી જિલ્લામાં ગવર્મેન્ટ સર્વન્ટ તરીકે ફરજ બજાવી હાલ નિવૃત થયેલા હાલ રાજકોટ સ્થિત હાસ્ય કલાકાર લોકસાહિત્યકાર ફિલ્મ આર્ટિસ્ટ શ્રી હસમુખ જોષીનો આવતીકાલે તા. ૩ના જન્મ દિવસ છે. તેઓ મોટી કુંકાવાવ ગામના બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ રહી ચૂકયા છે. ઉપરાંત મોટી કુંકાવાવ જુનિયર ચેમ્બર જેસીસ ઉપપ્રમુખ સેક્રેટરી તથા ચલાલાના પૂ.સ્વ. (વાર્તાકાર) શ્રી કાનજીભાઇ ભુરાભાઇ બારોટ કલાવૃંદ દ્વારા સ્થપાયેલ નટરાજ કલાવૃંદ કુંકાવાવના કન્વીનર રહી ચુકયા છે. ગુજરાતી ચલચિત્રોમાં ચરિત્ર રોલ પણ કરેલ છે. ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત કલાકાર કાર્ડ પણ ધરાવે છે. તેઓ ટેલેન્ટ ગૃપ રાજકોટના પ્રમુખ છે.

સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ સતર તાલુકા ઓૈદિચ્ય બ્રહ્મ સમાજ રાજકોટ તથા ઓૈદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ -રાજકોટના આજીવન સક્રિય સભ્ય છે.

લોકસાહિત્યના-હાસ્યના કાર્યક્રમો જે તે ક્ષેત્રે તેના પુત્ર મિહીર દૂરદર્શનના નશાબંધીના કાર્યક્રમો સાથે જોડાયેલ છે. ઉમંગ માસ્ટર ઓફ કોમર્સની પદવી ધરાવે છે. ધર્મપત્ની ઇંદુબેન જોષી મહિલા ધૂન મંડળ ધરાવે છે.(મો. ૯૯૭૮૫ ૮૩૬૫૭) પર શુભેચ્છાઓ વરસી રહી છે.

(3:33 pm IST)
  • ચંદ્રબાબુ નાયડુના ઉપવાસ પૂર્ણ : પૂર્વ પીએમ દેવગૌડાએ કરાવ્યા પારણા :વિપક્ષી નેતાઓ થયા એકજુથ :ચંદ્રાબાબુ નાયડુએ રાત્રે 8,20 કલાકે પોતાના એક દિવસના ઉપવાસ ખત્મ કર્યા હતા access_time 1:07 am IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • અમદાવાદ: મહેસાણા જિલ્લામાં હાર્દિકને પ્રવેશવા માટેની પરવાનગીનો મામલો : હાર્દિકને જિલ્લામાં પ્રવેશવું જોઈએ કે નહીં તે માટે જવાબ રજૂ કરવા હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો : જવાબ રજુ કરવા સમય માંગતા સુનાવણી ટળી access_time 12:24 am IST