Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

વીરમગામના પ્રાંત અધિકારી આઈ.આર. વાળાનો કાલે બર્થ ડે

ઉપલેટા તાલુકાનું ચરેલિયા ગામ મૂળ વતન

રાજકોટઃ. અમદાવાદ જિલ્લાના વીરમગામમાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી આઈ.આર. વાળાનો જન્‍મ તા. ૩ ફેબ્રુઆરી ૧૯૭૯ના દિવસે થયેલ. આવતીકાલે ૪૧માં વર્ષના દ્વારે ટકોરા મારશે. કાલના જન્‍મદિન નિમિતે શુભેચ્‍છા વર્ષા આજથી જ શરૂ થઈ ગઈ છે.

શ્રી આઈ.આર. વાળા મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ચરેલિયા ગામના વતની છે. અગાઉ લીંબડીમાં મામલતદાર, કચ્‍છમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૨૭૧-૫૨૯૫૦૪૨

                      મો. ૯૯૭૮૪ ૦૫૨૦૧ - વીરમગામ (અમદાવાદ)

(11:07 am IST)