Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

રાજકોટના એડવોકેટ કુલદીપસિંહ જાડેજાનો આજે હેપી બર્થ ડે

રાજકોટ તા. ૮ : સૌરાષ્ટ્ર જુનીયર એડવોકેટ એસોસીએશનના પ્રમુખ શહેરના ક્રીમિનલ વકીલ કુલદીપસિંહ ભરતસિંહ જાડેજાનો આજે જન્મ દિવસ છે.

૮ એપ્રિલના રોજ જન્મેલા કુલદીપસિંહ જાડેજા મુળ ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના વતની છે. હાલ તેઓ અને સૌરાષ્ટ્ર જુનિયર એડવોકેટ એસોસીએશનના પ્રમુખ કોંગે્રસ લીગલ સેલના સંગઠન મંત્રી અને સમગ્ર ભારતમાં જાણીતી કરણીસેના સાથે જોડાયેલ છે. એ ઉપરાંત સૌરાષ્ટ્રની સવાર મેગેજીન, ગજ-કેસરી ફાઉન્ડેશન, મહારાજપુત યુવા સંસ્થાનના લીગલ એડવાઇઝર તરીકે સેવા આપ છે. ત્થા ડિસ્ટ્રિકટ લીગલ એઇડમાં પણ સિલેકટ થયેલ છે જેમાં જરૂરિયાત વાળા લોકોને કાયદાકીય મફત અને સક્ષમ સલાહ પુરી પાડવામાં આવે છે અને સુપ્રિસિદ્ધ સમાચાર ભારત જેવી અનેક નામચીન સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમજ સૌરાષ્ટ્રના ઘણા ચકચારી કેસોમાઉ ફરીયાદી તથા આરોપીઓ તરફે ન્યાય અપાવેલ હોય હાલ રાજકોટ સેશન્સકોર્ટ અને અમદાવાદ હાઇકોર્ટ ખાતે ક્રિમિનલ પ્રકિટસ કરી રહ્યા છે.કુલદીપસિંહના જન્મદિવસ નિમિતે સમગ્ર સૌરાષ્ટ્રના સિનીયર-જુનીયર વકીલો, પોલીસ અધિકારીઓએ, પત્રકાર સમાજના મોભીઓ તથા મિત્ર મંડળ દ્વારા મો. ૭૮૭૮૯ ૧૩૩૦ર ઉપર અભિનંદન અપાઇ રહ્યા છે.

(3:34 pm IST)