Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

કાલે વરિષ્ઠ કોંગી ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનો જન્મદિન

રાજકોટ : ગુજરાતમાં ધારાસભ્ય તરીકે સૌથી વધુ ૧૦ વખત ચૂંટાવાનો યશ ધરાવતા મોહનસિંહ છોટુભાઇ રાઠવાનો જન્મ ૧૯૪૪ના વર્ષની ૪ એપ્રિલે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના બાર ગામમાં થયેલ. કાલે ૭૮ વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ હાલ ધારાસભામાં આ જ વિસ્તારના પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ભૂતકાળમાં વનમંત્રી તથા વિધાનસભામાં વિપક્ષી નેતા તરીકે રહી ચુકયા છે.

વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ, જેતપુર-પાવી, જેતપુર પાવી તાલુકા ઔદ્યોગિક સેવા સહકાર મંડળી, ડુંગરવાટ વિભાગ મત્સ્યઉછેર સહકારી મંડળી, ગ્રૃપ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિ. જેતપુર-પાવી તાલુકા મજુર અને બાંધકામ સહકારી મંડળી લિ, વડોદરા જિલ્લા તથા ભરૂચ આયોજન મંડળ, વડોદરા જિલ્લા પાછત વર્ગ સેવા મંડળ, સરદાર ભવન-વડોદરા, તુલસી સેવાશ્રમ ટ્રસ્ટ-જેતપુર-પાવી, વડોદરા જિલ્લા પંચાયતની નાણા સમિતિ, વડોદરા જિલ્લા સમિતિ ગુજરાત વિદ્યુત બોર્ડ સમિતિ વગેરેમાં તેમનું યોગદાન છે.

જેતપુર-પાવી આદિવાસી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, બાલવાડીઓ, છાત્રાલયો, આશ્રમશાળાઓ, માધ્યમિક શાળાઓ અને કોલેજો, નસિંહ સ્કુલ, નારી અદાલતતની સ્થાપના કરી સંચાલન કરે છે. પુર અને દુષ્કાળ જેવી કુદરતી આફતે રાહત પ્રવૃતિઓ, ખેતી સિંચાઇ, પુલો, આરોગ્ય વિષયક પ્રશ્ન સહકારી પ્રવૃત્તિઓ, ગરીબ પછાત વર્ગના લોકોનો ઉત્કર્ષ વગેરે બાબતોમાં રસપૂર્વક નોંધપાત્ર કામગીરી કરે છે. ધાર્મિક ગ્રંથોનું વાંચન, ભજન-સત્સંગ આ જનસંપર્ક તેમના શોખના વિષયો છે. ફોન નં. (૦ર૬૬૪) ર૪ર૧ર૦, મો. ૯૮રપ૧ ર૯૭૦૦ છોટાઉદેપુર.

(12:31 pm IST)