Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ગોંડલ -તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ જીતુભાઇ આચાર્યનો જન્મદિન

ગોડલ, તા.૧૦: ગોંડલનાં સિનિયરપત્રકાર અને શહેર તાલુકા પત્રકારસંઘનાં પ્રમુખ જીતુભાઈઆચાર્યનો આજે જન્મદિવસ છે. જીવન ડગરનાં ૫૭ વર્ષ પુર્ણ કરી ૫૮માં વર્ષમાં પ્રવેશ કરી રહયાં છે. છેલ્લા અઢી દાયકાથી તેઓ ગોંડલ ઉપરાંત કોટડાસાંગાણી, શાપર વિસ્તારનું  વિવિધ અખબારોમાં પ્રતિનિધિત્વ કરી રહયાં છે.

સમાજને રાહ ચિંધતી સામાજીક ઘટનાઓમાં સંવેદના સભર ચિતાર રજુ કરતી તેમની કલમ જરુર પડયે તેજાબી પણ બની છે. ક્રાઇમની ઘટનાઓમાં તેમની કલમે ચમરબંધીઓને પણ છોડયા નથી. પત્રકારત્વને  'મિશન' બનાવી, અખબારી સિધ્ધાંતોને કરી રહેલા જીતુભાઈ આચાર્ય રાષ્ટ્રકક્ષાનાં મેગેઝિનોમાં પણ કામ કરી ચુકયા છે. તેવો સમસ્ત બ્રહ્મસમાજનાં વાઇસચેરમેન તથા શહેરની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા રહી સમાજમાં ધબકી રહયાં છે. ગીત, સંગીત અને કલા તેમનો આગવો શોખ રહયાં છે. શહેરમાં 'સૌનાં દિલેર દોસ્ત' ની ઓળખ ધરાવતાં જીતુભાઈઆચાર્યનાં જન્મદિન નિમિત્તે તેઓને શુભેચ્છાઓ મો.નં ૯૮૨૫૦૫૨૦૮૬ છે.

 

(12:04 pm IST)