Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

પોરબંદર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ મુકેશભાઇ દત્તાનો જન્મ દિવસ

પોરબંદર તા ૮ : નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને ખાદી ભવન અને અન્ય સંસ્થામાં ૨૯ વર્ષથી સતત મંત્રી પદે રહેલા અગ્રણી મુકેશભાઇ દત્તાનો કાલે ૯ મીએ જન્મ દિવસ છે.

જે તે સમયે નગરપાલિકામાં લડી ભાજપનો  ૬ સીટો મેળવી પાયો નાખેલ અને સતત ૨૫ વર્ષ નગરપાલિકામાં જુદા જુદા પદો ઉપર રહી સ.ેવા કરેલ તેમજ ગુજરાત સરકારના અન્ય જુદા-જુદા હોદા ધરાવેલ જેમકે ગુજરાત મેરી ટાઇમ બોર્ડ, કીર્તી મંદિર સમિતી ના સચીવ છેે તેમજ સુદામા મંદિર ના સભ્ય ની સેવાઓ આપેલ.તેઓ જન્મદિને કાલે રવિવારે પોતે સતત ૬૦ મી વાર રકતદાતા અને પ્રાગજીબાપાનાઆશ્રમ માં પરમહંસોને ભોજન વિતરણ પ્રેરક કામગીરી કરશે. (૩.૩)

 

(4:15 pm IST)