Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

મોરબીના પ્રતિનિધિ ભરતભાઇ વાઢારાનો આજે જન્મ દિવસ

મોરબી તા.૪: ન્યુઝપેપર પત્રકારત્વ ક્ષેત્રે વર્ષોથી સંકળાયેલા સ્વ. મનુભાઇ વાઢારાના પુત્ર ભરતભાઇ વાઢારાએ વારસાગત મીડીયા ક્ષેત્રે પિતાશ્રીનો ધંધો સંભાળેલ છે. સૌપ્રથમ દૈનિક પેપર ''મોરબી વર્તમાન'' સમાચાર પત્ર બહાર પાડેલ હાલ મોરબી સિરામીક ઉદ્યોગનું હબ ગણાતું શહેર મોરબી સિરામીક ઉદ્યોગની સંપુર્ણ માહિતીસભર મોરબી સિરામીક ડીરેકટરી ગાઇડ દર વર્ષે નવા રૂપરંગ સાથે રજુ કરે છે. જેનો સૌ કોઇને લાભ મળી રહે છે. મોરબી પ્રેસ કાઉન્સીલમાં ઉચ્ચ હોદા થકી પત્રકાર મિત્ર સર્કલમાં સારી લોકચાહના મેળવેલ છે. આજે તેમના જીવનના ૫૮ વર્ષ પુરા કરી ૫૯માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી અભિનંદન વર્ષા તેમના મો. ૯૬૩૮૮ ૧૩૫૪૮ ઉપર કરી રહયા છે.(૧.૧૦)

(11:48 am IST)