Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

થોરાળા પીએસઆઇ જી. એસ. ગઢવીનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૨૩: શહેરના થોરાળા પોલીસ સ્ટેશનમાં ડી. સ્ટાફમાં ફરજ બજાવતાં પીએસઆઇ જી. એસ. ગઢવીનો આજે ૨૮મો જન્મદિવસ છે. તેઓ બાવીસ વર્ષની વયે જ પીએસઆઇ તરીકે પસંદી પામ્યા હતાં અને તાલિમ બાદ પ્રમ પોસ્ટીંગ રાજકોટમાં અપાયું હોઇ અગાઉ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રશંસનિય ફરજ બજાવ્યા બાદ હાલ થોરાળામાં ફરજ બજાવી રહ્યા છે.

કેમિસ્ટ્રીનો અભ્યાસ કરનાર જી. એસ. ગઢવી મુળ કચ્છ ભુજના વતની છે. તેમની ઇચ્છા પહેલેથી જ પોલીસમાં ભરતી થવાની હોઇ ૨૦૧૩માં ગ્રેજ્યુએશન પુરૂ કર્યા બાદ ૨૦૧૬માં પીએસઆઇ તરીકે ભરતી થયા હતાં. સરળ-મળતાવડા સ્વભાવના અને ગુનેગારો સામે આકરી કાર્યવાહી માટે જાણીતા શ્રી ગઢવીને મો. ૯૭૨૬૩ ૨૨૦૯૬ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(11:42 am IST)