Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

રાજકોટ બાર એશોસીએસનના પુર્વ પ્રમુખ સંજયભાઇ વ્યાસનો આજે પ૯મો જન્મદિન

રાજકોટ બાર એશોસીએસનના પુર્વ પ્રમુખ સંજયભાઇ વ્યાસનો આજે જન્મદિન છે આજે જીવનના પ૮ વર્ષની મંજીલ કાપી પ૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

સંજયભાઇ વ્યાસનો જન્મ તા.૯/૮/૧૯૬૦ના રોજ જામનગર મુકામે થયેલ. તેઓના દાદા સ્વ.મુળશંકર જાદવજી વ્યાસ હાલ પાકીસ્તાનના કરાચી મુકામે હીન્દ કેસરી નામનુ પેપર બહાર પાડતા અને તેઓ હીન્દુ મહાસભાના કરાચી ખાતે અગ્રણી હતા. ભારત પાકીસ્તાનના ભાગલા બાદ તેઓ રાજકોટ મુકામે સ્થાય થયેલ. સંજયભાઇ વ્યાસના પિતા સ્વ.જીતેન્દ્રભાઇ મુળશંકરભાઇ વ્યાસ રેલ્વેમા ફરજ બજાવતા હતા અને વેસ્ટન રેલ્વે એમ્પ્લોઇઝ યુનીયનના ડીવીઝનલ સેક્રેટરી તરીકે વર્ષો સુધી કર્મચારીઓની સેવા કરેલ.

સંજયભાઇ વ્યાસ જામનગર જીલ્લાના ઓખા મુકામે પ્રાથમીક અભ્યાસ બાદ કોલેજ કાળનો અભ્યાસ રાજકોટમાં પુર્ણ કર્યા બાદ કોલેજ કાળનો અભ્યાસ રાજકોટમાં પુર્ણ કર્યા બાદ ૧૯૮પ થી રાજકોટ બાર એશોસીએસનના સભ્ય તરીકે વકીલાતની કારર્કીદી શરૂ કરેલ અને રાજકોટ બારમાં ૨૦૧૬ સુધીમા ૧૭ વખત ચુટાઇ આવીને કારોબારી સભ્ય, ખજાનચી, જો.સેક્રેટરી, ઉપ પ્રમુખ, સેક્રેટરી તથા ૨૦૧૦માં પ્રમુખ તરીકેની જવાબદારી નીભાવેલ અને સફળ રીતે અનેક પ્રોગ્રામો આપેલ, વકીલોના ચાલતા રાજકોટ બાર એશો. એડવોકેટ વેલફેર ફંડના ખજાનચી તરીકે સફળ કામગીરી બજાવેલ છે.

સંજયભાઇ વ્યાસ સને ૨૦૧૬માં રાજકોટ બાર એશોસીએશનના ઇલેકશનમાં બાર એશોસીએશનના ઇતીહાસમાં સૌથી વધુ જંગી મતની લીડથી પ્રમુખ તરીકે વિજેતા થયેલ અને તેઓની પેનલને પણ જંગી બહુમતીથી ચુટી કઢાવેલ તેઓએ પ્રમુખ તરીકે વિજેતા થયેલ અને તેઓની પેનલને પણ જંગી બહુમતીથી ચુટી કઢાવેલ તેઓએ પ્રમુખ તરીકે સને ૨૦૧૬માં રાજકોટ મુકામે હેમુ ગઢવી હોલમાં તા.૧/પ/૨૦૧૬ના રોજ સમગ્ર ગુજરાતના વકીલો માટે જુદાજુદા કાયદાકીય વિષયો ઉપર લીગલ સેમીનારનુ સફળ આયોજન કરેલ હતું. તેમજ તેમના કાર્યકાળ દરમ્યાન વડીલો માટે વિવિધ કાર્યક્રમોના આયોજનો કરેલ હતાં.

સંજયભાઇ વ્યાસ ભારતીય જનતા પક્ષના કાર્યકર તરીકે હાલના વોર્ડ નં.૩ જુના વોર્ડ નં.૧૮ તથા ૧૩માં કોર્પોરેશન, ધારાસભા, લોકસભા વિગેરેની ચુટણીમાં ચુટણી ઇન્ચાર્જ તરીકે તથા વોર્ડમાં વોર્ડ ઇન્ચાર્જ તરીકે તથા યુવા મોરચામાં ઉતરઝોન ઇન્ચાર્જ તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચુકેલ છે. રાજકોટ શહેર ભાજપમાં ઇલેકશન લીગલ શેલમાં સહકન્વીનર તથા સોશીયલ મીડીયા ઇન્ચાર્જ તરીકેની પણ ફરજ બજાવેલ. સંજયભાઇ વ્યાસ ઔદિચ્ય બ્રાહમણ ખરેડી સમવાય જ્ઞાતિ મંડળ રાજકોટમાં ચાર વર્ષ સુધી સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવેલ છે.

સંજયભાઇ વ્યાસે એ-નેગેટીવ બ્લડ કે જે જુજ વ્યકિતઓને હોય છે તે બ્લડ ગૃપ ધરાવતા હોઇ અત્યાર સુધીમા પ૮ વાર બ્લડ ડોનેટ કરી જરૂરીયાતમંદ લોકોને તથા બ્લડ બેન્કોમાં બ્લડ ડોનેટ કરેલ છે.

સંજયભાઇ વ્યાસ તેઓના મીલનસાર સ્વભાવથી વકીલોમાં તથા મીત્ર વર્તુળમાં 'ચાકુ'ના હુલામણા નામે પ્રસિધ્ધ છે. આજરોજ તેમના જન્મદિવસ નીમીતે સગા સંબંધીઓ તથા મીત્ર વર્તુળ તરફથી તેઓને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે, તેમના મોબાઇલ નં.૯૪૨૭૨ ૨૧૯૯૭ છે.

(3:51 pm IST)
  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST

  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST

  • સરકારની પગારમાં બેધારી નીતીથી શિક્ષકો નારાજ:ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકો અને સરકારી શિક્ષણ સહાયકોને મળતા પગારમાં ભેદ:ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને સાતમા પગાર પંચનો તફાવત ત્રણ હપ્તામાં આપવા અંગે માંગ:ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહા મંડળ ની ચીમકી access_time 1:17 am IST