Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

'અર્જુન' નથી થવુ મારે, મને 'સુદામા' જ રહેવા દયો, જોઇને દ્વાર પર મને, એને ઉઘાડા પગે દોડવા દયો

'રાડિયા' બોલે શાંતિ સે 'સેવા હી પરમો ધર્મ' : મનીષજી, હેપ્પી બર્થ ડે

બાંધકામ સમિતિના ચેરમેનની પ્રતિષ્ઠાની ઇમારત અડીખમ

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૨નાં તરવરિયા કોર્પોરેટર તથા બાંધકામ સમિતિના ચેરમેન મનિષભાઇ રાડીયાનો આજે તા.૯ ઓગસ્ટનાં જન્મ દિવસ છે. ૯ ઓગસ્ટ ૧૯૬૪નાં ઇસ્ટ આફ્રિકાના મોમ્બાસા ખાતે મનિષભાઇનો જન્મ થયો હતો. ૧૯૬૮થી તેઓનો પરિવાર રાજકોટમાં સ્થાઇ થતા રાજકોટ તેમની કર્મભુમિ બની. જન્મ જાત સેવા અને જીવ દયાના ગુણો ધરાવતા મનિષભાઇએ ૧૯૮૫થી ભાજપમાં કાર્યકર્તા તરીકે જોડાઇ અને લોક સેવા ક્ષેત્રે ઝંપલાવી રાજકીય કારર્કીદીનો પ્રારંભ કર્યો. તેઓની નિષ્ઠાપુર્વકની સેવા વૃતિની નોંધ લઇ ભાજપે મનિષભાઇને શહેર ભાજપનાં મંત્રી પદની મહત્વની જવાબદારી સુપ્રત કરી. જે તેઓએ સફળતાપૂર્વક બજાવતા તેઓને સંગઠનનાં પ્રભારી સહિત અનેક હોદ્દાની જવાબદારી સુપ્રત કરાયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

 

૨૦૧૫માં વોર્ડ નં.૨માં મનિષભાઇ કોર્પોરેટર પદે વિજય બન્યા. ત્યારબાદ મનિષભાઇને મ્યુુનિ.કોર્પોરેશનની આરોગ્ય સમિતિના ચેરમેનની અત્યંત મહત્વની જવાબદારી સુપ્રત કરાઇ. આર્યુવેદરત્ન એવા મનિષભાઇએ જાહેર આરોગ્યની આ સેવાને તન, મન, ધન અર્પણ કરી અને શહેરીજનોનાં આરોગ્યની સતત ખેવના કરી અને આરોગ્ય ચેરમેનનાં અઢી વર્ષના કાર્યકાળ દરમ્યાન ગરીબ અને મધ્યમ વર્ગનાં દર્દીઓ માટે કેન્સર જેવા રોગોની સારવાર માટે આર્થિક સહાય, માં અમૃતમ કાર્ડની સુવિધા, દરેક નાગરીકો સુધી પહોંચે તે માટે કેમ્પો યોજયા, ચોમાસા તથા ઉનાળામાં રોગ ચાળો વકરે નહી તે માટે વોર્ડ દીઠ નિદાન અને સારવાર કેમ્પ યોજયા, ખોરાકમાં ભેળસેળ અટકાવવા સતત ચેકીંગ ઝુંબેશ. આ તમામ આરોગ્ય ક્ષેત્રેની સેવાની નોંધ લઇ રાજય અને કેન્દ્ર સરકારે પણ નોંધ લઇ રાજકોટ કોર્પોરેશનને અનેક એવોર્ડથી સન્માનીત કર્યુ.

આરોગ્ય ચેરમેન પદે મનિષ રાડિયાએ ગૌરવપુર્ણ ફરજ બજાવી હવે તેઓ બાંધકામ સમિતિનાં ચેરમેન પદે રહી અને નાગરિકોને ગંુણવતાસભર રસ્તા,ગટર તેમજ અન્ય વિકાસ કામોની સુવિધા મળે તે માટે સતત પ્રયત્ન શીલ છે. વાંચન અને જયોતિષવિદ્યાનો શોખ ધરાવનાર મનિષભાઇએ વેદ વિશારતનો અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ વોર્ડ નં.૨નાં સતત જાગૃત અને લોકોના પ્રશ્નો ઉકેલવા માટે હરહમંેશા તત્પર રહેતા કોર્પોરેટર છે. તેમના મત વિસ્તારના લોકોની સફાઇ, પાણી સહિતની સમસ્યા ઉકેલવા સ્થળ પર પહોંચી અને લોકોને સંતોષકારક જવાબઆપી તેઓની ફરીયાદનો ઉકેલ લાવે છે. આમ, તેઓ વોર્ડ નં.૨માં ભાજપના લોકપ્રિય કોર્પોરેટર છે. આજે તેઓનાં જન્મદિન નિમિતે મિત્રો, શુભેચ્છકો દ્વારા મો.૯૮૨૪૫ ૮૧૯૯૯ પર શુભેચ્છા વર્ષા વરસી રહી છે. (૨૧.૩)

(11:36 am IST)
  • લલીત વસોયા અને હાર્દિક પટેલ સહિત તમામ ધારાસભ્યો-અટકાયતીઓને મુકત કરી દેવાયાઃ લલીતભાઇ પાસેથી લેખિતમાં બાંહેધરી લેવાયાના હેવાલો access_time 3:35 pm IST

  • નરેન્દ્ર મોદી આઈઆઈટી મુંબઈના ૫૬માં દિક્ષાંત સમારોહમાં સામેલ થયાઃ વિદ્યાર્થીઓને કર્યુ સંબોધનઃ સમગ્ર દેશ આઈઆઈટીના વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા મેળવે છે અને વિદેશમાં પણ આપણા વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે access_time 3:35 pm IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST