Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

સાવરકુંડલા પાલિકાના પુર્વ નગરપતિ રાજુભાઇ દોશીનો જન્મદિન

સાવરકુંડલાઃ તા.૮, સાવરકુંડલા નગરપાલીકાના પાંચ વર્ષ સુધી પ્રમુખ રહેલા તેમજ સાવરકુંડલા નાગરીક બેંકમાં સતત ૧૦ વર્ષ સુધી ચેરમેન એમ.ડી. રહેલા શ્રી રાજુભાઇ દોશીનો આજ તા.૮ ઓગસ્ટના રોજ જન્મદિવસ છે.

 તેઓ જાહેર જીવનમાં સફળતાની સાથે બીઝનેસ ક્ષેત્રે ખુબ જ સફળ વ્યકિતત્વ તરીકે  ઉપસી આવ્યા છે. હીરો ટુ વ્હીલરની ડીલરશીપ ઉપરાંત ઇલેકટ્રોનીકસ મોલના પણ માલીક છે. આ ઉપરાંત શહેરના નામાંકીત બીલ્ડર છે.

 હાલ ભારતીય જનતા પાર્ટીમાં જીલ્લા કારોબારી સભ્ય છે. અને તેમને તાજેતરમાં જ ખાંભાના પ્રભારી તરીકેની જવાબદારી સોપવામાં આવી છે. સમસ્ત વણીક સમાજ તથા દશા શ્રીમાળી સંઘના પ્રમુખ તરીકે પણ વર્ષોથી સેવા આપી રહયા છે. (મો.૯૮૭૯૫૮૦૬૯૦) પર શુભેચ્છા મળી રહી છે.

(4:01 pm IST)
  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST

  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST