Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ઉદ્દઘોષક ગાયક મીમીકી આર્ટીસ્ટ દિનેશ બાલાસરાનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૮ : કલાજગતમાં ૩૦ વર્ષથી કાર્યરત મ્યુઝીક વર્લ્ડ રાજકોટના દિનેશભાઇ બાલાસરાનો કાલે તા. ૯ ના જન્મ દિવસ છે. ઉદ્દઘોષક, ગાયક, મીમીકી આર્ટીસ્ટ સહીત અનેક કૌશલ્યો હાંસલ કરનાર દિનેશભાઇ પૂર્વ પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત તથા સુરક્ષા સેતુના સહયોગથી શહેરમાં લોકજાગૃતિનો સંદેશો પ્રસરાવતા અનેક નાટકો રજુ કરી ચુકયા છે. એમનું નિર્માણાધીન કોમેડી નાટક 'રેઢા ન મુકતા ઘર અને વર' હાલ સિલ્વર જયુબીલી તરફ આગેકુચ કરી રહેલ છે. આહીર કલા મ઼ચના નેજા હેઠળ આહિર વિર દેવાયત બોદરના સમર્પણની ગૌરવ ગાથાને દેશના ખુણે ખુણે પહોંચાડી  ચુકયા છે.

(4:03 pm IST)