Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ગોંડલ રઘુવંશી સેવા મંડળના પ્રમુખ ચિરાગભાઇ સોનપાલનો આજે જન્મદિવસ

ગોંડલ, તા. ૮ : ઉદ્યોગપતિ તેમજ જ્ઞાતિ આગેવાન દિપકભાઇ સોનપાલના પુત્ર તેમજ ગોંડલ લોહાણા મહાજનના કારોબારી મેમ્બર જીતુભાઇ સોનપાલના ભત્રીજા ચિરાગભાઇનો જન્મ ૧૯૮રમાં થયેલ. આજે તેઓ ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. રઘુવંશી સેવા મંડળના તેમના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમ્યાન અનેક સેવાકીય પ્રવૃતિ રકતદાન કેમ્પ, ક્રિકેટ ટુનામેન્ટ, લુગી-વુગી ડાન્સ કોમ્પીટીશન, રંગળી સ્પર્ધા, આરતી સ્પર્ધા  જેવી કોમ્પીટીશનના આયોજન થયું છે તેમના મોબાઇલ નંબર ૯૮રપ૦ ૪૦પ૯૦ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(12:02 pm IST)
  • રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં જેડીયુને સમર્થન આપ્યું ભાજપને નહીં ;બીજેડીએ કહ્યું કે વૈચારિક સમાનતાને કારણે જેડીયુને સમર્થન આપ્યું અને ભાજપ અને કોંગ્રેસથી અંતર રાખ્યું છે : ઓરિસ્સામાં સત્તારૂઢ બીજેડીયુના અધ્યક્ષ નવીન પટનાયકએ જેડીયુના અધ્યક્ષ નીતીશકુમાર સાથે વાતચીત કર્યા બાદ જેડીયુના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહને સમર્થન આપ્યું હતું access_time 12:27 am IST

  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST

  • સરકારની પગારમાં બેધારી નીતીથી શિક્ષકો નારાજ:ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકો અને સરકારી શિક્ષણ સહાયકોને મળતા પગારમાં ભેદ:ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને સાતમા પગાર પંચનો તફાવત ત્રણ હપ્તામાં આપવા અંગે માંગ:ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહા મંડળ ની ચીમકી access_time 1:17 am IST